________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬: આત્મભાવના
નિઃશંક છે; જગત માને તો જ પોતાનું સાચું ને જગત ન માને તો પોતાનું ખોટું,–એમ નથી. જગતના અજ્ઞાનીઓ તો ન સમજે તેથી મને શું? હું બીજાને સમજાવી દઉં તો જ મારું જ્ઞાન સાચું, બીજા મને સ્વીકારે તો જ મારું જ્ઞાન સાચું-એમ જ્ઞાનીને શંકા કે પરાશ્રયબુદ્ધિ નથી, અંતરમાંથી આત્માની સાક્ષી આવી ગઈ છે. વળી જ્ઞાનીએ જાણ્યું છે કે અહો ! આ ચૈતન્યતત્ત્વ તો સ્વસંવેદનગમ્ય જ છે, કોઈ વાણી કે વિકલ્પ વડે તે જણાય તેવું નથી; તેથી બીજા અજ્ઞાની જીવો પોતે જ્યારે અંતર્મુખ થઈને સમજશે ત્યારે જ તેમને આત્મસ્વરૂપ સમજાશે. જ્ઞાની ઉપદેશ આપે ત્યાં અજ્ઞાનીને એમ થાય કે ‘આ જ્ઞાની બોલે છે, જ્ઞાની રાગ કરે છે’–એમ વાણીથી ને રાગથી જ જ્ઞાનીને ઓળખે છે, પણ જ્ઞાનીનું સ્વરૂપ તો રાગથી ને ભાષાથી પાર એકલું જ્ઞાનઆનંદમય છે, એને તે ઓળખતો નથી.
બીજા સ્વીકારે તો મારું સાચું એવી શંકા જ્ઞાનીને નથી, તેમ જ હું બીજાને સમજાવી દઉં એવી બુદ્ધિ જ્ઞાનીને નથી; તે તો જાણે છે કે બીજાને સમજાવવાનો મારો વિકલ્પ વૃથા છે. પોતે ભાષાનું અવલંબન તોડીને ચૈતન્યસન્મુખ થયા ત્યારે આત્માને સમજ્યા, અને બીજા જીવો પણ ભાષાનું અવલંબન છોડીને અંતર્મુખ થશે ત્યારે જ સમજશે, મારાથી નહિ સમજે, એમ જાણતા હોવાથી જ્ઞાનીને બીજાને સમજાવવાનો વેગ આવતો નથી. અજ્ઞાની જીવોને તો સભામાં ઉપદેશાદિનો પ્રસંગ આવે ને ઘણા જીવો સાંભળે ત્યાં ઉત્સાહ આવી જાય છે કે ઘણા જીવોને મેં સમજાવ્યું; પણ તેને એવું ભાન નથી કે અરે! આ વિકલ્પ અને વાણી બન્નેથી હું તો પાર જ્ઞાયકસ્વરૂપ છું, અને બીજા જીવો પણ વાણી અને વિકલ્પથી પાર જ્ઞાયકસ્વરૂપ છે. વાણી અને વિકલ્પ વડે તેઓ જ્ઞાયકસ્વરૂપને નહિ સમજી શકે. જીઓ, આ જ્ઞાનીનું ભેદજ્ઞાન! ઉપદેશ વડે હું બીજાને સમજાવી શકું- એવું
Please inform us of any errors on rajesh@Atma Dharma.com