________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૨૫ દુર્લભ છે, વચન અને વિકલ્પથી તે પાર છે. આવા સ્વાનુભવગમ્ય ચૈતન્યતત્ત્વને મૂઢ જીવો જેમ મારા જણાવ્યા વગર નથી જાણતા, તેમ મારા જણાવવાથી પણ તેઓ નથી જાણતા માટે બીજાને સમજાવવાનો મારો શ્રમ (-વિકલ્પ) વ્યર્થ છે.
તીર્થકરો તો સમવસરણમાં ધમધોકાર ઉપદેશ આપીને સમજાવતા હતા, છતાં બધા જીવો ન સમજ્યા. જેમની લાયકાત હતી તેઓ જ સમજ્યા, ને બીજા જીવો ન સમજ્યા. તીર્થકરના ઉપદેશથી પણ તે જીવો ન સમજ્યા તો મારાથી શું સમજશે? મારા પ્રતિપાદન કરવાથી પણ તે મૂઢાત્માઓ આત્મસ્વરૂપને જાણતા નથી; માટે બીજાને સમજાવવાનો મારો શ્રમ વૃથા છે. સામાની લાયકાત વગર કોઈની તાકાત નથી કે તેને સમજાવી શકે! ધર્મીને ઉપદેશાદિનો વિકલ્પ ઊઠે પણ તે વિકલ્પનેય તે વૃથા જાણે છે; મારા વિકલ્પ વડે બીજો સમજી જશે-એમ તે માનતા નથી, એટલે વિકલ્પ ઉપર જોર નથી; તે વિકલ્પને તોડીને ચિદાનંદ સ્વરૂપમાં જ ઠરવા માંગે છે. પરને સમજાવવાનો વિકલ્પ તે તો શ્રમ છે-બોજો છે; તેને લીધે સામો જીવ સમજતો નથી માટે તે વ્યર્થ છે. સામો જીવ તેની પોતાની સ્વાનુભૂતિથી જ સમજે છે.
આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપમાં રહેવું તે જ સમાધિ છે; બીજાને સમજાવવાનો જે વિકલ્પ ઊઠે તે રાગ છે, તે રાગ વડ પણ બંધન થાય છે, એટલે જ્ઞાનીને તે રાગમાં જોર આવતું નથી. બીજા જીવો કોઈ મારાથી સમજી જાય તેમ નથી; અજ્ઞાની જીવો સ્વયં આત્માને નથી જાણતા, ને મારા કહેવાથી પણ તે નથી જાણતા; તે પોતે અજ્ઞાન ટાળશે ને જ્ઞાન કરશે ત્યારે આત્માને જાણશે.-આવો અભિપ્રાય તો જ્ઞાનીને પહેલેથી જ છે, ને તે ઉપરાંત ઉપદેશાદિની શુભવૃત્તિને પણ અસમાધિરૂપ જાણીને છોડવા માંગે છે ને ચિદાનંદસ્વરૂપમાં જ ઠરવા માંગે છે.
જ્ઞાનીને પોતાના સ્વાનુભવથી આત્મજ્ઞાન થયું છે તેમાં તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com