________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ રર૩ સુખ મારામાં જ છે. સુખ તો મારો સ્વભાવ જ છે. જેમ મારો આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેમ સુખસ્વરૂપ પણ મારો આત્મા જ છે, મારા આત્મામાં જ સુખની સત્તા છે, મારા આત્મામાં જ સુખનું અસ્તિત્વ છે, મારો આત્મા જ સુખથી ભરેલો છે. જેમ કડવાશ તે અફીણનો સ્વભાવ છે, ખટાશ તે લીંબુનો સ્વભાવ છે, તેમ સુખ તે મારો સ્વભાવ જ છે. આત્મસ્વભાવમાં સન્મુખ થતાં મને શાંતિ અને સુખનું વેદના થાય છે; અનાદિ કાળથી બાહ્ય વિષયોની સન્મુખતાથી જે સુખનું વેદન કદી ન થયું તે સુખનું વેદન આત્મ-સન્મુખતાથી થાય છે, માટે મારો આત્મા જ સુખસ્વરૂપ છે.
-આ રીતે, આત્મામાં જ સુખ છે-એમ સુખના અસ્તિત્વનો નિર્ણય કરવો જોઈએ. આવો નિર્ણય કરીને આત્મસ્વભાવમાં એકાગ્ર થવું તે જ સુખનો ઉપાય છે. જ્યાં સુખ છે તેમાં એકાગ્ર થવું તે જ સુખી થવાનો ઉપાય છે; જેમ જેમ આત્મસ્વભાવમાં એકાગ્રતા થતી જાય તેમ તેમ સુખ વધતું જાય છે.
ઉપર પ્રમાણે સુખ અને તેના ઉપાયનો નિર્ણય કરતાં “દુ:ખ કેમ છે તેનો પણ નિર્ણય થઈ જાય છે. તે આ પ્રમાણે
મારા આત્મામાં જ સુખ હોવા છતાં તેને મેં ન જાણ્યું ને તેમ એકાગ્રતા ન કરી, આત્માના સુખને ચૂકીને મેં શરીરાદિ બાહ્યવિષયોમાં સુખ માન્યું ને ભ્રાંતિથી બહારમાં ભટક્યા તેથી હું દુઃખી થયો. આ રીતે મારી ભ્રાંતિથી જ હું દુઃખી થયો, કોઈ બીજાએ મને દુઃખી નથી કર્યો.
આ પ્રમાણે, સુખની સત્તા અને દુઃખનું કારણ એ બન્નેને જાણીને, પોતાના ચિદાનંદ-સુખસ્વભાવ તરફ વળતાં, આત્માના સ્વભાવના અતીન્દ્રિય સુખનું અપૂર્વ વેદના થાય છે, અને શરીરાદિમાં સુખ હોવાની ભ્રાંતિ ટળી જાય છે. તે ભ્રાંતિ ટળતાં અનાદિનું દુઃખ ટળી જાય છે. આ જ સુખી થવાનો ને દુઃખથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com