________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨): આત્મભાવના
સ્વ-પરને ભિન્ન દેખવાનો ઉપદેશ
અરે જીવ! શરીરાદિ અચેતનને આત્મા માનવાથી તો ઘોર સંસારદુ:ખ તે ભોગવ્યાં છે, માટે તે શરીરાદિ બાહ્યપદાર્થોમાં આત્મબુદ્ધિ છોડ..શરીરને અચેતનપણે દેખ, ને આત્માને તેનાથી જુદો ચૈતન્યસ્વરૂપ દેખ, એમ હવે કહે છે
पश्येतनिरंतरं देहमात्मनोऽनात्मचेतसा।
अपरात्मघियाऽन्येषामात्मतत्त्वे व्यवस्थितः।। ५७।। હે જીવ! તું આત્મસ્વરૂપમાં સ્થિર થઈને આત્માને ચૈતન્યસ્વરૂપ દેખ..ને શરીરાદિને અચેતન-અનાત્મારૂપ નિરંતર દખ...તથા એ જ પ્રમાણે બીજા જીવોમાં પણ તેમના દેહને અચેતન જાણ અને આત્માને ચૈતન્યસ્વરૂપ દેખ.
જુઓ, ધર્મી અંતરાત્મા નિરંતર આ પ્રમાણે જડચેતનને ભિન્નભિન્ન સ્વરૂપે જ દેખે છે, ચૈતન્યસ્વરૂપ જ હું છું, ને દેહાદિક તો જડ છે-અચેતન છે, એમ નિરંતર ભિન્ન જ દેખે છે. કોઈ ક્ષણે પણ દેહાદિની ક્રિયાને પોતાની દેખતા નથી.
જુઓ, શરીરને અચેતન જોવાનું કહ્યું,-પણ કઈ રીતે? દેહની સામે જોઈને આ અચેતન છે”—એમ એકલા પરસનુખની વાત નથી, પણ આત્મામાં સ્થિત થઈને દેહને અચેતન દેખ એમ કહ્યું છે, એટલે આત્મા તરફ વળીને દેહને ભિન્ન દેખવાનું કહ્યું છે. જ્યાં અંતર્મુખ થઈને. ચૈતન્યસ્વરૂપપણે જ પોતાને પ્રતીતમાં-અનુભવમાં લીધો ત્યાં દેહાદિને પોતાના અનુભવથી જુદા જાણ્યા..રાગને પણ અનુભવથી જુદો જાણ્યો. આ રીતે જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા તરફ વળીને તેને જ તારા નિજરૂપે દેખ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com