________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૧૯ ઉઘાડ એકલા પર તરફ જ કામ કરે, આત્મામાં એકતા ન કરે ને રાગમાં જ એકતા કરે તે પણ ખરેખર અનાત્મા છે. આત્મા સાથે જેની એકતા નહિ તે અનાત્મા. અજ્ઞાની કહે છે કે શુભરાગથીપુણ્યથી ધર્મ થાય છે, અહીં કહે છે કે શુભરાગ કે પુણ્ય તે અનાત્મા છે. હે જીવ! તે અનાત્માને જ આત્મા માનીમાનીને અનંત સંસારમાં કુયોનિમાં એટલાં ભવદુઃખો સહન કર્યા કે સર્વજ્ઞ ભગવાન જ તે જાણે, એ દુઃખ વાણીથી કહ્યાં જાય તેમ નથી. ભગવાને જાણ્યાં ને તે ભોગવ્યાં. કોઈ કર્મને લીધે નહિ પણ તારી મૂઢતાથી તે અનાત્માને આત્મા માન્યો, તેથી જ તે એવા ઘોર દુઃખો ભોગવ્યાં. એકવાર સંયોગબુદ્ધિ છોડ, શરીર ને રાગથી પાર ચૈતન્યસ્વભાવને એકવાર લક્ષમાં લે, તો તને અપૂર્વ સુખ થાય, ને તારું અનાદિનું ભવભ્રમણ ટળી જાય.
અનાદિકાળથી અનાત્માને આત્મા માનીને મૂછથી ભવભ્રમણ કરે છે તે અસમાધિ છે..રાગમાં ક્યાંય આત્માની સમાધિ નથી-શાંતિ નથી. દેહાદિથી ભિન્ન મારું ચૈતન્યતત્ત્વ જ મારા વિશ્રામનું સ્થાન છે, ને તેના લક્ષે મને સમાધિ છે.-આમ એકવાર હે જીવ! તારા આત્માને લક્ષમાં તો લે. જે સ્વરૂપને સમજ્યા વગર અનાદિકાળથી અનંત દુઃખ પામ્યો, ને જે સ્વરૂપને જાણી જાણીને અનંતજીવો પૂર્ણ સુખ પ્રગટ કરીને પરમાત્મા થયા, તે શું ચીજ છે? એને
ઓળખવાની એકવાર જિજ્ઞાસા તો કર. સવર્ણ ભગવાનની દિવ્યવાણીમાં જેની ઝળક ઝલકી ઉઠી...જેનાં ગાણાં દિવ્યધ્વનિએ અને સંતોએ ગાયાં, એવું તારું મહાન અચિંત્ય આત્મસ્વરૂપ શું છે તેને ઓળખ, તો તારી અસમાધિ ટળે, ને તને સમ્યગ્દર્શનાદિ સમાધિ થાય. અચેતનને આત્મા માને તેને સમાધિ ક્યાંથી થાય ? પરને આત્મા માનીને તેમાં રાગ-દ્વેષ કરી કરીને જીવ ચોરાસી લાખ યોનિમાં પરિભ્રમણ કરીને મહાદુઃખિત થઈ રહ્યો છે, તેનાથી છૂટવા માટે ભેદજ્ઞાન જ સાચો ઉપાય છે. (પ૬)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com