________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬: આત્મભાવના
* બાહ્યવિષયોમાં જીવનું હિત નથી *
આત્મસ્વરૂપને નહિ જાણનારો અને દેહાદિ બાહ્ય પદાર્થોમાં આત્મભ્રાંતિથી વર્તનારો અજ્ઞાની જીવ તે બાહ્ય પદાર્થોને હિતકર માનીને તેમાં આસક્તચિત્ત રહે છે, પરંતુ જે પદાર્થમાં આસક્ત થઈને તેને તે હિતકર માને છે તે કોઈ પણ પદાર્થ તેના હિતકર કે ઉપકારક નથી,-એમ હવેથી ગાથામાં બતાવે છે –
न तदस्तीन्द्रियार्थेषु यत् क्षेमंकरमात्मनः। तथापि रमते बालस्तत्रैवाज्ञानभावनात्।।५।।
પાંચ ઇન્દ્રિયના વિષયોમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે જે આત્માને ક્ષેમકર હોય; તોપણ બહિરાત્મા અજ્ઞાની જીવ અજ્ઞાનભાવનાને લીધે તેમાં જ રમણ કરે છે. જેમ બાળક હિતઅહિતના વિવેક વગર ગમે તે પદાર્થમાં રમવા લાગે છે તેમ બાળક એવો અજ્ઞાની બહિરાત્મા હિત-અહિતના વિવેક વગર, સ્વ-પરના ભાન વગર પોતાના સુખધામ એવા ચૈતન્યતત્ત્વને ભૂલીને, બાહ્ય ઈન્દ્રિયવિષયોમાં સુખ માનીને તેમાં રમે છે, પણ જગતમાં એવો કોઈ ઈન્દ્રિયવિષય નથી કે જે આત્માને સુખ આપે. તત્ત્વદષ્ટિથી જોતાં ઇન્દ્રિયસુખ તે સુખ છે જ નહીં, દુઃખ જ છે; કેમકે તે બંધનું કારણ છે, આકુળતા ઉપજાવનાર છે, વિષમ છે, ક્ષણભંગુર છે, પરાધીન છે, વિજ્ઞસહિત છે; સુખ તો તેને કહેવાય કે જે આત્માધીન હોયસ્વાધીન હોય, નિરાકુળ હોય, શાંત હોય, બંધનરહિત હોય, જેમાં અન્ય પદાર્થોની અપેક્ષા ન હોય.-આવા સુખને અજ્ઞાની જાણતો નથી ને મૃગજળ જેવા બાહ્યવિષયોમાં સુખની આશાથી અનંતકાળથી ભમે છે. બાપુ! એમાં ક્યાંય તારું સુખ નથી, ને એ કોઈ પદાર્થો તને સુખ દેવા સમર્થ નથી. ક્ષેમ કરનારો ને સુખ દેનારો એવો તો તારો આત્મા જ છે. માટે પરથી ભિન્ન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com