________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪: આત્મભાવના
આત્મા વાણી અને શરીરથી જુદો છે
આત્મસ્વરૂપની વારંવાર ચર્ચા-ભાવના કરવાનું કહ્યું ત્યાં બહિરાત્મા-અજ્ઞાની પ્રશ્ન પૂછે છે કે પ્રભો! આ શરીર અને વચનથી જુદો તો આત્મા અમને દેખાતો નથી તો તેની ભાવના કઈ રીતે કરવી ? અમને તો આ શરીરને ચલાવે ને વાણી બોલે તે જ આત્મા લાગે છે, શરીર અને વાણીથી જુદું તો આત્માનું અસ્તિત્વ દેખાતું નથી; તો દેહાદિથી ભિન્ન આત્માની ભાવના કઈ રીતે કરવી ? અજ્ઞાનીની આ શંકાનું નિરાકરણ કરતાં શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે કે:
शरीरे वाचि चात्मानं सन्घत्ते वाक्शरीरयोः। भ्रान्तोऽभ्रान्तः पुनस्तत्त्वं पृथगेषां विबुध्यते।।५४।।
વચન અને શરીર તે આત્મા છે-એમ જેને ભ્રાંતિ છે, એટલે કે તે વચન અને શરીર તો જડ પુલ છે, તે જીવ નથી-એમ જે નથી જાણતો, એવો બહિરાત્મા જ શરીર અને વચનમાં આત્માનો આરોપ કરે છે; હું જ શરીર અને વચન છું, હું જ તેનો કર્તા છુંએમ તે અજ્ઞાની માને છે; એટલે દેહાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવના તે ભાવતો નથી. પરંતુ ભ્રાંતિરહિત એવા જ્ઞાની ધર્માત્મા તો વચન અને શરીરને જડ અચેતન જાણે છે, અને પોતાના આત્માને તેનાથી ભિન્ન જાણીને ચૈતન્ય-સ્વરૂપે જ પોતાને નિરંતર ભાવે છે. આ રીતે જડ-ચેતનના ભેદજ્ઞાનપૂર્વક આત્મભાવના ભવાય છે, જેને ભેદજ્ઞાન નથી તેને સાચી આત્મભાવના હોતી નથી.
ઈચ્છા અનુસાર દેહ-વચનની ક્રિયા થાય ત્યાં અજ્ઞાનીને એવી ભ્રાંતિ થઈ જાય છે કે આ ક્રિયાઓ મારી જ છે; દેહાદિ જડની ક્રિયાથી જુદું પોતાનું અસ્તિત્વ તેને ભાસતું જ નથી. ને જ્ઞાની તો જડ-ચેતન બન્નેનાં ભિન્નભિન્ન લક્ષણો વડે બન્નેને અત્યંત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com