________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧ર: આત્મભાવના રથી એક ચૈતન્યની જ ભાવનાનો પ્રયત્ન કરે છે. જેમ એકનો એક વહાલો પુત્ર ખોવાઈ ગયો હોય ત્યાં માતા તેને કેવા-કેવા પ્રકારે શોધે !! એને દેખ્યા વિના એને ચેન ન પડે; અને કોઈ તેને તેનો પત્તો મળવાની વાત સંભળાવે તો કેવા ઉત્સાહથી સાંભળે !! તેમ જિજ્ઞાસુને આત્માના સ્વરૂપના નિર્ણય માટે એવી લય લાગી છે કે વારંવાર તેનું જ શ્રવણ, તેની જ પૃચ્છા, તેની જ ઈચ્છા, તેમાં જ તત્પરતા, તેનો જ વિચાર કરે છે; એના અનુભવ વિના ક્યાંય એને ચેન પડતું નથી. જગતના વિષયોનો રસ તેને છૂટતો જાય છે ને આત્માનો જ રસ વધતો જાય છે. આવા દઢ અભ્યાસથી જ આત્માની પ્રાપ્તિ (અનુભવ) થાય છે.
જિજ્ઞાસુને આત્માની કેવી લગની હોય તે બતાવવા અહીં માતા-પુત્રનો દાખલો આપ્યો છે. જેમ કોઈનો એકનો એક વહાલો પુત્ર ખોવાઈ જાય તો તે કેવી રીતે તેને લૂંટે છે! જે મળે તેને તે વાત કહે, ને જાણકારોને એ જ પૂછે કે “ક્યાંય મારો પુત્ર દેખ્યો?” એક મિનિટ પણ તેનો પુત્ર તેના ચિત્તમાંથી ખસતો નથી, દિનરાત તેની પ્રાપ્તિ માટે તીવ્ર ઉત્સુકતાથી ઝૂરે છે. તેમ આત્મસ્વરૂપની જેને જિજ્ઞાસા જાગી છે તે આત્માર્થી જીવ સત્સમાગમે તેને ટૂંઢે છે, તેની જ વાત પૂછે છે કે “પ્રભો! આત્માનો અનુભવ કેમ થાય?' આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાની ભાવના દિનરાત વર્તે છે, એક ક્ષણ પણ તેને ભૂલતો નથી. એક આત્માની જ લય-લગની લાગી છે. આવી લગનીથી દઢ પ્રયત્ન કરતાં જરૂર આત્માનો અનુભવ થાય છે. માટે તે જ કરવા જેવું છે એમ આચાર્યદેવનો ઉપદેશ છે.
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે એવું જેને ભાન થયું છે તેને વારંવાર તે તરફ જ વલણ રહ્યા કરે છે. અને જેને આત્માના અનુભવ માટે રુચિ-ધગશ જાગી છે તે પણ વારંવાર તેનો જ પ્રયત્ન કર્યા કરે છે. રુચિઅનુસાર પરિણામ થાય છે. જેને આત્માની રુચિ જાગી હોય તેનાં પરિણામ વારંવાર આત્મા તરફ વળ્યા કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com