________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ : આત્મભાવના
શિવ એટલે આત્માનું કલ્યાણ, તેને પોતે પામેલા છે અને દિવ્યવાણીના ઉપદેશવડ ભવ્ય જીવોને શિવમાર્ગ-મોક્ષમાર્ગના પ્રણેતા હોવાથી શ્રી અરિહંત ભગવાન જ શિવ છે, કલ્યાણરૂપ છે; એનાથી વિરુદ્ધ બીજા કોઈ ખરેખર શિવ નથી.
- ભવ્ય જીવોને મોક્ષમાર્ગમાં ધારી રાખનારા હોવાથી તેઓ જ ધાતા છે. યથાર્થ ઉપદેશવડ ભવ્ય જીવોને સન્માર્ગમાં ધારી રાખે છે તેથી તેઓ જ વિધાતા છે. જેમ વિધાતા લેખ લખે છે એમ લૌકિકમાં કહેવાય છે, તેમ ભગવાનના કેવળજ્ઞાનમાં બધા જીવોના ત્રણે કાળના લેખ લખાઈ ગયા છે–તેથી તે જ ખરા વિધાતા છે.
શોભાયમાન એવા દિવ્ય જ્ઞાનને પામેલા હોવાથી અરિહંત ભગવાન સુગત છે. ગત એટલે જ્ઞાન કેવળજ્ઞાનવડે જ આત્માની શોભા છે, તેથી જેઓ એવા કેવળજ્ઞાનને પામ્યા છે તેઓ જ સુગત છે. અથવા સુગત એટલે સમ્યગતિ–ઉત્તમગતિ; પુનરાવર્તન રહિત એવી જે ઉત્તમ મોક્ષગતિ તેને પામેલા હોવાથી અરિહંત ભગવાન જ સુગત છે. સંસારની ચારે ગતિ તો કુગતિ છે, ને સિદ્ધગતિ તે જ ખરી સુગતિ છે, એવી સુગતિને પામેલા હોવાથી અરિહંત ભગવાન જ સુગત છે. અથવા “સુગત” નો ત્રીજો અર્થ આ પ્રમાણે પણ છે: “સુ” એટલે સપૂર્ણરૂપ એવા કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટય તેને ગત” એટલે પામેલા એવા સર્વજ્ઞદેવ તે સુગત છે.
સર્વજ્ઞદેવ કેવળજ્ઞાનવડ સમસ્ત વસ્તુમાં વ્યાપક હોવાથી (-જ્ઞાયક હોવાથી ) વિષ્ણુ છે.
અને ભવભ્રમણના કારણરૂપ એવા જે મોહાદિકર્મો (ભાવ તેમ જ દ્રવ્ય) તેના વિજેતા હોવાથી અરહંતદેવ “જિન” છે. ચૈતન્યસ્વભાવની અધિકતા વડે મોહાદિને જેણે જીતી લીધા છે-નષ્ટ કર્યા છે તે જિન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com