________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮: આત્મભાવના
અંતર્મુખ થવાનો પ્રયત્ન કરતાં કરતાં તેમાં શાંતિ દેખાશે ને પરિણામમાં ઉલ્લાસ થશે. પછી અનુભવનો ઉદ્યમ કરતાં કરતાં જ્યાં નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થઈ-સમ્યગ્દર્શન થયું ત્યાં ધર્મી વારંવાર તેની જ ભાવના કરે છે, ને તેને આત્મામાં જ સુખ લાગે છે, તથા બાહ્યવિષયો દુ:ખરૂપ લાગે છે. આનંદનો અનુભવ ન હતો, આત્માની શાંતિ દેખાતી ન હતી ત્યારે તો અંતરના અનુભવનો ઉદ્યમ કરવામાં કષ્ટ લાગતું ને બહારમાં સુખ લાગતું; તેને આત્માના આનંદની રુચિ (અવ્યક્ત વિશ્વાસ) તો છે પણ હજી સાક્ષાત્ અનુભવ થયો નથી, તેથી ક જેવું લાગે છે. પણ જ્યાં અંતરમાં આનંદનો અનુભવ થયો-સ્વાદ ચાખ્યો ત્યાં બહારનો રસ ઊડી ગયો ને ચૈતન્યના અનુભવનું સુખ જોયું એટલે હવે તો તેને આત્માના ધ્યાનનો ઉત્સાહું આવ્યો. જેમ વધારે એકાગ્રતા કરું તેમ વધારે આનંદ ને શાંતિનું વેદન થાય છે. આનંદનો સ્વાદ જ્યાંસુધી ચાખ્યો ન હતો ત્યાંસુધી તેમાં કષ્ટ લાગતું, પણ હવે જ્યાં આનંદનો સ્વાદ ચાખ્યો ત્યાં ધર્મીને તેમાંથી બહાર નીકળવું કષ્ટરૂપ-દુ:ખરૂપ લાગે છે. અજ્ઞાનદશામાં અનાદિના સંસ્કારને લીધે વિષયો રુચિકર ભાસતા, ને આત્મા કષ્ટરૂપ લાગતો; પણ જ્યાં આત્મભાવનામાં એકાગ્ર થઈને તેના આનંદનું વેદન કર્યું ત્યાં આત્મા જ રુચિકર થયો અને બાહ્ય સમસ્ત વિષયોની રુચિ છૂટી ગઈ;-હવે તેને ચૈતન્યના અનુભવથી બહાર નીકળીને પરભાવમાં આવવું તે દુઃખ લાગે છે, ને ચૈતન્યસ્વરૂપની ભાવનામાં-એકાગ્રતામાં જ સુખ લાગે છે. ચૈતન્યનો વારંવાર અભ્યાસ ને ભાવના વડે તે સહેલું લાગે છે. તેના આનંદની નિકટતા થતાં બાહ્ય વિષયોમાંથી સુખબુદ્ધિ છૂટી જાય છે. જેમ માછલાંની રુચિ શીતળ જળમાં પોષાણી છે, તેમાંથી બહાર રેતીમાં કે તડકામાં આવતાં તે દુઃખથી તરફડે છે, તેમ ધર્માત્મા જ્ઞાનીની રુચિ પોતાના શાંત-ચૈતન્યસરોવરમાં જ પોષાણી છે, તે શાંતિના વેદનમાંથી બહાર નીકળીને પુણ્ય કે પાપના ભાવમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com