________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૦૭
આત્મભાવનામાં દુઃખ નથી આત્મભાવનામાં તત્પર જીવને બારમાં દુઃખ લાગે છે.
આત્મા પોતે જ્ઞાન-આનંદમય છે એમ ધર્મ જાણે છે ને તેથી તેમાં જ તે તત્પર છે એમ કહ્યું. ત્યાં હવે પ્રશ્ન પૂછે છે કે હે નાથ ! જો આત્માનું સ્વરૂપ જ્ઞાન-આનંદમય છે, ને વિષયો દુખ:રૂપ છે, તો તે ઇન્દ્રિયવિષયોથી પાછા હઠીને આત્માનો અનુભવ કરવામાં કષ્ટ જવું કેમ લાગે છે? તેનું સમાધાન કરતાં કહે છે કે
सुखमारब्धयोगस्य बहिर्दुःखमथात्मनि। बहिरेवासुखं सौख्यमध्यात्म भावितात्मनः ।। ५२।।
આત્મામાં જ આનંદ છે, તે જ ઉપાદેય છે, તેમાં જ એકાગ્ર થવા જેવું છે-એવી રુચિ અને ભાવના તો છે ને તેમાં એકાગ્ર થવાનો જે હજી પ્રયત્ન કરે છે, તેને શરુઆતમાં કષ્ટ લાગે છે, કેમ કે અનાદિથી બાહ્ય વિષયોમાં જ અભ્યાસ છે, તેથી તે બાહ્ય વિષયોથી પાછા ખસીને આત્મભાવનામાં આવતા કષ્ટ લાગે છે. બાહ્ય વિષયો સહેલા થઈ ગયા છે ને અંતરનો ચૈતન્યવિષય કઠણ લાગે છે, કેમકે કદી તેનો અનુભવ કર્યો નથી. અંતરમાં એકાગ્રતાનો પ્રયત્ન કરનાર પૂછે છે કે પ્રભો! આમાં તો કષ્ટ લાગે છે! એમ પૂછવામાં કષ્ટ કહીને તે છોડી દેવા નથી માગતો પણ ઉગ્ર પ્રયત્નવડ આત્માનો અનુભવ કરવા માગે છે. આચાર્યદવ કહે છે કે અરે ભાઈ ! અણઅભ્યાસને કારણે શરૂઆતમાં તને કષ્ટ જેવું લાગશે, પણ અંતર-પ્રયત્નથી આત્માનો અનુભવ થતાં એવો અપૂર્વ આનંદ થશે કે તેના સિવાય બહારના બધા વિષયો કષ્ટરૂપ-દુ:ખરૂપ લાગશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com