________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૦૬ઃ આત્મભાવના
નથી. ઇન્દ્રિયો દ્વારા શરીરાદિ દેખાય છે તે તો જડ છે, તે કાંઈ આત્મા નથી; આત્મા કાંઈ ઇન્દ્રિયોથી ન દેખાય; આત્મા તો અતીન્દ્રિય જ્ઞાનમય છે. ને અતીન્દ્રિયજ્ઞાનથી જ તે દેખાય છે.ધર્માત્મા પોતાના જ્ઞાનને વિષયોથી પાછું વાળીને અંતરમાં પોતાના સ્વરૂપમાં વાળે છે; તેમાં તેને પોતાના કોઈ ૫૨મ અચિંત્ય અદ્દભુત આનંદનો અનુભવ થયો છે, માટે તે બાહ્ય વિષયોમાં અનાસક્ત છે.
હજી તો જે પ૨ દ્રવ્યને પોતાનું માને, કે પરથી પોતાને સુખ-દુ:ખ માને તેને ખરેખર અનાસક્તિભાવ હોય જ નહિ, તેને તો પર સાથે એકત્વબુદ્ધિને લીધે અનંત આસક્તિ છે. ધર્મીનાં પરિણામ તો પોતાના આત્માને સમસ્ત ૫૨ દ્રવ્યોથી જુદો જાણીને આત્મા તરફ વળી ગયા છે, અને આત્મા સિવાય બીજે ક્યાંય સ્વપ્ને પણ આનંદ ભાસતો નથી, તેથી તેમને જ સમસ્ત બાહ્ય વિષયો પ્રત્યે ખરી અનાસક્તિ હોય છે; અંતર્મુખ વળેલી તેની પરિણતિ કોઈ પણ બાહ્યવિષયને ધારણ કરતી નથી, તેનાથી છૂટી ને છૂટી જ રહે છે.
હું તો આનંદસહિત જ્ઞાનજ્યોતિ છું, અતીન્દ્રિયજ્ઞાન ને આનંદ મારું સ્વરૂપ છે...આનંદધામ આત્મા એ જ મારા વિશ્વાસનું ને વિશ્રામનું સ્થાન છે...આવા મારા તત્ત્વને હું અંતરમાં આનંદસહિત દેખું છું. આનંદથી પરમપ્રસન્ન એવો મારો આત્મા જ મારા વિસામાનું ધામ છે.-આમ સમકિતી પોતાના આત્માની ભાવના કરતા થકા તેની જ આરાધના કરે છે, તેને પોતાના આત્મસ્વરૂપનું ચિંતન જ સુખકર લાગે છે, ને ઇન્દ્રિયવિષયો તો દુઃખકર લાગે છે; માટે તે ધર્માત્મા પોતાની બુદ્ધિમાં આત્માને જ ધારણ કરે છે, અને શરીરાદિકને ધારણ કરતા નથી. (૫૧)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com