________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૦૯
આવવું જ પડે તે તેમને દુઃખરૂપ લાગે છે.
જેણે આત્માની અતીન્દ્રિય શાંતિ કદી દેખી નથી ને બાહ્ય વિષયો જ દેખ્યા છે તેને આત્માના અનુભવનો પ્રયત્ન કરતાં શરુઆતમાં કષ્ટ લાગે છે. પણ જ્યાં તેનો અભ્યાસ અને ભાવના કરે છે ત્યાં તેમાં ઉત્સાહ આવે છે. અભ્યાસદશામાં જરા કષ્ટ લાગે છે પણ જ્યાં પૂરો પ્રયત્ન કરીને આત્માના આનંદનો અનુભવ કરે છે ત્યાં ચૈતન્યસુખના રસ પાસે તેને આખું જગત નીરસ લાગે છે, સમસ્ત વિષયો દુઃખરૂપ લાગે છે. નરકમાં રહેલા કોઈ સમકિતી જીવને આત્માના અતીન્દ્રિય આનંદના વેદનની જે શાંતિ આવે છે, તેવી શાંતિ મિથ્યાદષ્ટિને સ્વર્ગના વૈભવમાં પણ નથી. અરે ! સંયોગમાં શાંતિ હોય કે સ્વભાવમાં ? ચૈતન્યના શાંત જળમાંથી બહાર નીકળીને ઇન્દ્રિયવિષયો તરફ દોડે છે તે જ આકુળતા છે, ને અતીન્દ્રિય ચૈતન્યમાં ઉપયોગ ઠરે છે તેમાં પરમ અનાકુળ શાંતિ છે. માટે ભાઈ ! આત્માના આનંદનો વિશ્વાસ કરીને વારંવાર દઢપણે તેમાં એકાગ્રતાનો ઉદ્યમ કર. જ્યાંસુધી આત્માના આનંદનો સ્વાદ અનુભવમાં ન આવે ત્યાંસુધી જ બાહ્ય ઇન્દ્રિયવિષયોમાં પ્રીતિ-હોંશઉલ્લાસ-સુખ લાગે છે, ને આત્માના અનુભવમાં કષ્ટ લાગે છે; પણ જ્યાં ચૈતન્યના આનંદનું વેદન થયું ત્યાં આત્માના આનંદની જ પ્રીતિ-હોંશ-ઉલ્લાસને ભાવના થાય છે, પછી તેમાં કષ્ટ નથી લાગતું; અને વિષયો તેને સુખકર નથી લાગતા પણ કષ્ટરૂપ લાગે છે. જ્યાં આનંદ અને શાંતિનો સ્વાદ આવે તેમાં કષ્ટ કેમ લાગે? જેણે તે સ્વાદ ચાખ્યો નથી તેને જ કષ્ટ લાગે છે.
જેમ એક માણસ સદાય ખારું-ભાંભરું-મેલું પાણી જ પીતો હોય, મીઠું-સ્વચ્છ પાણી ઘરમાં ઊંડે કૂવામાં હોય તે કદી ચાખ્યું ન હોય; તેની ખબર પણ ન હોય. પણ જ્યાં તેને પોતાના મીઠા કૂવાની ખબર પડી અને તેનું સ્વચ્છ પાણી ચાખ્યું ત્યાં ખારા પાણીનો રસ ઊડી ગયો...હવે ઘર આંગણે મળતું
Please inform us of any errors on rajesh @AtmaDharma.com