________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪: આત્મભાવના
ભૂલી જાયને બહા૨માં આનંદ માને, અજ્ઞાનીને એમ જ લાગે છે કે જ્ઞાની રાજપાટમાં ઊભા છે-ખાય છે-પીએ છે-બોલે છે–માટે તેમાં તત્પર છે, પણ જ્ઞાનીના અંતરંગ ચેતનાપરિણામ વિષયોથી ને રાગથી કેવા પા૨ છે તેની અજ્ઞાનીને ખબર નથી...ચૈતન્યસુખનો જે સ્વાદ જ્ઞાનીના વેદનમાં આવ્યો છે તે સ્વાદની અજ્ઞાની વિષય લુબ્ધ પ્રાણીને બિચારાને ગંધ પણ નથી...એટલે પોતાની દૃષ્ટિએ જ્ઞાનીને જોવા જાય છે, પણ જ્ઞાનીની વાસ્તવિક દશાને તે ઓળખતો નથી.
(
મુનિ ધ્યાનમાં આત્માના આનંદમાં લીન હોય....ને કોઈ સિંહ આવીને શરીરને ફાડી ખાતા હોય...ત્યાં બાહ્યદષ્ટિ મૂઢ પ્રાણીને એમ થાય કે અરેરે ! આ મુનિ કેટલા બધા દુઃખી !! '–પણ મુનિને તો અંદરમાં સર્વાર્થસિદ્ધિના દેવ કરતાંય વધારે આનંદરસની ધારા ઉલ્લસી છે...સિદ્ધ ભગવાન જેવા ૫૨મ આત્મસુખમાં તે લીન છે... અહીં તો હજી શરીરને સિંહ ખાતો હોય ત્યાં તો અતીન્દ્રિય આનંદમાં લીનતા સહિત, એકાવતારીપણે દેહ છોડીને મુનિ તો સિદ્ધની પાડોશમાં સર્વાર્થસિદ્ધિમાં ઉપજ્યા હોય ! (સિદ્ધશિલાથી સર્વાર્થસિદ્ધિ ફકત બાર જોજન દૂર છે)
સંયોગમાં કે રાગમાં સુખ માનીને તેમાં પોતાના આત્માને ધર્મી નથી ઝુલાવતા, પણ ધર્મી તો આત્માનો વિશ્વાસ કરીને તેના આનંદમાં આત્માને ઝુલાવે છે. સ્વરૂપના આનંદમાંથી બહાર નીકળવું તે પ્રમાદ ને દુ:ખ છે. વ્યવહારમાં તો એમ કહેવાય કે તીર્થયાત્રા ન કરે તે આળસુ છે. શાંતિનાથ ભગવાનનાં માતાજી અચિરાદેવીને ગર્ભકલ્યાણક વખતે દેવીઓ વિનોદથી પ્રશ્ન પૂછે છે કે હે માતા ! ખો આળસુ કોણ ? ત્યારે માતાજી કહે છે કે જે તીર્થયાત્રા ન કરે ને વિષયોમાં જ વર્તે તે આળસુ છે,-એ રીતે ત્યાં વ્યવહારમાં એમ કહેવાય; પણ પરમાર્થે તો ચિદાનંદસ્વરૂપના અનુભવમાંથી બહાર નીકળવું તે પ્રમાદ છે-એટલે કે આળસ છે. ચૈતન્યના આનંદના અનુભવમાં લીન સંતો તેમાંથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com