________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૦૩ છે પણ તેમાં તે અતત્પર છે; તેને તેની ભાવના નથી, તેમાં તેઓ જ્ઞાન-આનંદ માનતા નથી, માટે તેનાથી તે અનાસક્ત જ છે.
ધર્મીને આત્માના જ્ઞાન-આનંદનો વિશ્વાસ છે, ને તેમાં જ તેની રતિ છે. શરીરાદિ બાહ્ય વિષયોમાં આત્માનું જ્ઞાન કે આનંદ નથી તેથી ધર્મી તેનો વિશ્વાસ કે રતિ કરતા નથી. જ્ઞાન અને આનંદ માટે કોનો વિશ્વાસ કરવો તેની આ વાત છે.
સમકિતી અંતરાત્માને પોતાના જ્ઞાન-સ્વરૂપની પ્રતીતિ થઈ ગઈ છે, તે ઉપરાંત નિર્વિકલ્પ અનુભવમાં આનંદનો સ્વાદ પણ ચાખ્યો છે, અનંતકાળથી બાહ્ય-વિષયોમાં જે સ્વાદનું વેદન કદી પણ નહોતું થયું એવા અપૂર્વ સ્વાદનું વેદના અનુભવમાં થયું, તેથી હવે ધર્મી બાહ્યવિષયોથી છૂટીને ચૈતન્યસ્વરૂપમાં જ સ્થિર રહેવા માગે છે, વારંવાર તેનો જ પ્રયત્ન કરે છે, અસ્થિરતાને લંબાવવા માગતા નથી; બાહ્ય વિષયો તેને સુહાવતા નથી. અને જ્યાં મુનિ દશા થાય ત્યાં તો નિર્વિકલ્પ અનુભવમાં વારંવાર ઠરે છે, મુનિની પરિણતિ લાંબોકાળ બહારમાં રહેતી નથી. તે તો સ્વરૂપમાં જ તત્પર છે, આહાર-ઉપદેશ આદિની ક્રિયાઓમાં અતત્પર છે. તે સંબંધી વિકલ્પ આવે તેને લંબાવતા નથી, પણ વિકલ્પ તોડીને નિર્વિકલ્પસ્વરૂપને વારંવાર અનુભવે છે. તેમ જ તે વિકલ્પકાળે પણ જ્ઞાનીની જ્ઞાનચેતના તો તેનાથી સર્વથા જુદી જ છે.
ચોથા ગુણસ્થાનવાળો સમકિતી અંતરાત્મા પણ રાગાદિમાં ને વિષયોમાં અતત્પર છે, કેમકે તેમાં સુખ માન્યું નથી; ચેતના તેમાં તન્મય થઈ નથી. રાજપાટમાં હોય, સ્ત્રીઓ હોય, ખાતાપીતા હોય, ઉપદેશ દેતા હોય, છતાં અંતરના ચૈતન્યસુખની પ્રીતિ આડે આવે તે કોઈ પણ બાહ્યવિષયોમાં કે રાગમાં તત્પર થતા નથી. ક્યારે આ રોગ તોડું ને ક્યારે મારા આનંદમાં ઠરું, એ જ એક ભાવના છે. જોકે હજી અસ્થિરતા હોવાથી રાગ થાય છે ને મન-વાણી-દેહાદિની ક્રિયાઓ ઉપર લક્ષ જાય છે,-પણ તેમાં ક્યાંય એવી એકાગ્રતા નથી થતી કે પોતાના જ્ઞાન-આનંદને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com