________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૯૭ જાણ્યા વગર પરથી ઉપયોગ છૂટે નહિ, પરદ્રવ્યથી ભિન્ન સ્વદ્રવ્યને જાણ્યા વગર ઉપયોગ તેમાં જોડાય શી રીતે ? અને સ્વરૂપમાં ઉપયોગ જોડાયા વગર સમાધિ થાય શી રીતે ? આ રીતે સ્વ-પરના ભેદજ્ઞાન વગર કદી સમાધિ થતી નથી. જ્યાં શરીર-વાણી વગેરેનું કર્તુત્વ માને ત્યાં તે તરફ જ ઉપયોગ જેડાય, પણ ત્યાંથી જુદો પડીને ઉપયોગ સ્વમાં આવે નહિ, ને સ્વમાં ઉપયોગ આવ્યા વગર શાંતિ પણ થાય નહીં.
ધર્મીએ પોતાના આત્માને દેહાદિથી અત્યંત ભિન્ન જાણ્યો છે, તેથી સમાધિની સિદ્ધિ માટે એટલે કે આત્માની પરમ શાંતિના અનુભવ માટે, પોતાના ઉપયોગને દેહાદિ તરફથી પાછો વાળીને સ્વરૂપમાં જોડે છે. ઉપયોગને સ્વરૂપમાં જડવો તે જ પરમ શાંતિદાતાર અધ્યાત્મભાવના છે. આ શાસ્ત્રમાં ફરીફરીને તેનો જ ઉપદેશ કર્યો છે, ને તેની જ ભાવના કરી છે.
જેટલું બહિર્મુખ વલણ જાય તેટલું દુઃખ છે, ને અંતર્મુખચૈતન્યવેદનમાં જ આનંદ છે, એમ સ્વસંવેદનથી જાણી લીધું હોવાથી ધર્મી પોતાના ઉપયોગમાં આત્માને જ ગ્રહવા માંગે છે. જગતના કોઈ પણ બાહ્ય પદાર્થ પ્રત્યે ઉપયોગ જાય તો તેમાં તેને પોતાનું સુખ ભાસતું નથી, એક નિજસ્વરૂપમાં જ સુખ ભાસ્યું છે; આથી પર તરફના વ્યાપારને છોડીને સ્વ તરફ ઉપયોગને જોડે છે,એટલે કે સ્વદ્રવ્યને જ જ્ઞાનમાં ગ્રહણ કરે છે.-આ ધર્મીજીવની ગ્રહણત્યાગની વિધિ છે. આ સિવાય બહારમાં કાંઈ ગ્રહવા-છોડવાનું આત્માને નથી. ઉપયોગમાં જ્યાં સ્વદ્રવ્યનું ગ્રહણ થયું ત્યાં સમસ્ત પરદ્રવ્યો અને પરભાવો ઉપયોગથી બહાર જાદા જ રહી જાય છે, એટલે સ્વ તરફ વળેલો ઉપયોગ તેમના ત્યાગસ્વરૂપ જ છે. આ રીતે ઉપયોગની નિજસ્વરૂપમાં સાવધાની તે જ સમાધિ છે, તે જ મોક્ષમાર્ગ છે, તેમાં ગ્રહવાયોગ્યનું ગ્રહણ અને છોડવાયોગ્યનો ત્યાગ થઈ જાય છે.
આ રીતે અંતરાત્માની ગ્રહણત્યાગની વિધિ સમજાવી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com