________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬: આત્મભાવના હજારો રાણીઓ છોડીને, દિગંબર ત્યાગી સાધુ થઈને વનમાં રહેતો હોય.છતાં અનંત સંસારી હોય! બહારથી જોનારા મૂઢ જીવો કઈ આંખે આનું માપ કાઢશે? કઈ રીતે ઓળખશે? તે તો બાહ્યદષ્ટિની મૂઢતાને લીધે, બાહ્યત્યાગ દેખીને અનંતસંસારીને પણ મોટો ધર્માત્મા માની લેશે, ને એકાવતારી ધર્માત્માને તે ઓળખશે નહિ. અંતરનો અભિપ્રાય ઓળખ્યા વગર ધર્મી-અધર્મીની ઓળખાણ થાય નહિ. માટે પરથી ભિન્ન આત્માને ઓળખીન, સ્વભાવ અને પરભાવનું પૃથક્કરણ કરીને, સ્વભાવમાં એકાગ્ર રહેતાં પરભાવ છૂટી જાય છે; સ્વભાવની અનુભૂતિમાં ગ્રહણ-ત્યાગના કોઈ પણ વિકલ્પ નથી. (૪૭)
* * * * * * * * * * * * * * * * * * * * * *
ઉપયોગને વચન તથા કાયાથી ભિન્ન કરીને
આત્મામાં જ જોડ
અંતરાત્મા પોતાના જ્ઞાનને આત્મામાં જ જોડીને મન-વચનકાયા સાથેનું જોડાણ છોડ છે, એ રીતે ધર્મીને આત્મા સિવાય ક્યાંય ગ્રહણબુદ્ધિ હોતી નથી; ને અસ્થિરતાથી જે મન-વચન-કાયા તરફ જોડાણ થાય તેને પણ છોડીને ચૈતન્યમાં જ એકાગ્રતા કરવા માંગે છે, તે વાત બતાવે છે
युञ्जीत मनसाऽऽत्मानं वाक्कायाभ्यां वियोजयेत्। मनसा व्यवहारं तु त्यजेद्वाक्काययोजितम्।।४८।।
ધર્મી અંતરાત્મા પોતાના મનને એટલે કે જ્ઞાનના ઉપયોગને આત્મા સાથે જોડે છે, ને વચન-કાયથી ભિન્ન કરે છે. વચન-કાયાની ક્રિયાઓ સાથેના મનના જોડાણને તે છોડે છે, ને ચિદાનંદસ્વભાવમાં જ જ્ઞાનને એકાગ્ર કરીને તેનું ગ્રહણ કરે છે. આમાં પરદ્રવ્યને છોડવાની વાત નથી પણ પરદ્રવ્ય તરફનો ઉપયોગ છોડે છે ને આત્મામાં ઉપયોગ જોડે છે. પરથી ભિન્નતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com