________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૯૫ જ છે એમ જાણ્યું છે એટલે બહારમાં તો કોઈ ગ્રહવા-છોડવાનું તે માનતા જ નથી. અંતર્મુખ થઈને ગ્રહવાયોગ્ય એવા શુદ્ધ આત્માને ગ્રહણ કરીને ( –તેમાં એકાગ્ર થઈને) રાગાદિ પરભાવોને ત્યાગે છે, આ રીતે અંતરાત્માને પોતાના ભાવમાં જ ગ્રહણ-ત્યાગ છે.
(૩) બહિરાત્મા અંતરના ચૈતન્યતત્ત્વને જાણતો નથી ને બાહ્યપદાર્થોને જ દેખે છે, એટલે બાહ્યપદાર્થોમાં જ તે ઈષ્ટઅનિષ્ટપણું માનીને તેને ગ્રહવા-છોડવા માંગે છે. તે જેને ઇષ્ટ માને છે તેના ઉપર રાગનો અભિપ્રાય છે, અને જેને અનિષ્ટ માને છે તેના ઉપર દ્વેષનો અભિપ્રાય છે. આ રીતે, વીતરાગી અભિપ્રાયના અભાવમાં તેને પરભાવોનો ત્યાગ તો નથી, પણ રાગ-દ્વેષના અભિપ્રાયથી તે બાહ્યપદાર્થોના ગ્રહણ-ત્યાગ કરવાનું માને છે. કદાચ બાહ્યમાં ત્યાગી દિગંબર સાધુ થઈને વનમાં રહે તો પણ તેને અસમાધિ જ છે. ચૈતન્યમાં અંતર્મુખ થઈને મિથ્યાત્વાદિ પરભાવોને છોડયા વગર કદી સમાધિ થાય જ નહિ. ધર્માત્મા કદાચ ગૃહસ્થપણામાં હોય તોપણ ચૈતન્યમાં અંતર્મુખ થવાથી મિથ્યાત્વાદિ પરભાવો જેટલે અંશે છૂટી ગયા છે એટલે અંશે તેમને સમાધિ જ વર્તે છે, ખાતા-પીતાં, બોલતાં-ચાલતાં, જાગતાં-સૂતા સર્વ પ્રસંગે તેટલી વીતરાગી સમાધિ-શાંતિ તેને વર્યા જ કરે છે, એટલે ખરેખર ગૃહસ્થભાવમાં નહીં પણ ચેતનભાવમાં જ તે વર્તે છે.
બહારના ગ્રહણ-ત્યાગ ઉપરથી અંતરના માપ થાય તેમ નથી. અંતરદૃષ્ટિને નહિ જાણનારા બાહ્યદષ્ટિ મૂઢલોકો બાહ્યત્યાગ દેખીને છેતરાય છે, ધર્માત્માની અંતર્દશાને તેઓ ઓળખતા નથી. બાહ્યમાં કાંઈ ત્યાગ ન હોય, રાજપાટ ને ભોગપભોગના સંયોગ વચ્ચે રહ્યા હોય છતાં, ધર્માત્મા ક્ષાયિક સમકિતી હોય ને એકભવતારી હોય; અને મિથ્યાષ્ટિજીવ મોટાં રાજપાટ ને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com