________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨: આત્મભાવના છૂટતી જ નથી, એટલે તેનો ત્યાગ દ્વેષભાવપૂર્વક જ થાય છે; વીતરાગભાવ તેને નથી કેમકે વીતરાગભાવ ચૈતન્યના અવલંબન વગર થાય નહિ, ને ચૈતન્યવિષય તો અજ્ઞાનીની દષ્ટિમાં આવ્યો જ નથી. જ્યાં અંતસ્વભાવને વિષયરૂપ કરીને જ્ઞાનમાં લીધો ( જ્ઞાન સ્વભાવને જ સ્વપણે ગ્રહણ કર્યો, ત્યાં બાહ્યવિષયોનું ગ્રહણ જ ન રહ્યું એટલે બાહ્યવિષયો પ્રત્યે રાગ-દ્વેષ ન રહ્યા, રાગ-દ્વેષનો ત્યાગ થઈને સમાધિ જ થઈ. આ રીતે વિષયનું ગ્રહણ તે જ સમાધિનો ઉપાય છે. જેને દષ્ટિનો વિષય પલટયો નથી (-પર વિષય છૂટીને સ્વવિષય જેની દષ્ટિમાં આવ્યો નથી) તેને કોઈ રીતે સમાધિ થતી નથી; અને સમાધિ વગરનો ત્યાગ તે દ્વેષભરેલો ત્યાગ છે, કેમકે તેને રાગદ્વેષ વગરની આત્મશાંતિનું વેદન નથી.
ચૈતન્યસ્વભાવનું અવલંબન લીધા વગર, બાહ્યમાં ત્યાગ કરવા જાય છે તે તો વૈષગર્ભિત છે. જ્ઞાનીને અંતરમાં ચૈતન્યસ્વભાવના અવલંબને વીતરાગી શાંતિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ રાગદ્વેષ છૂટતા જાય છે, ને બાહ્યવિષયોનું અવલંબન પણ છૂટતું જાય છે. આ રીતે પરથી ભિન્ન આત્મસ્વરૂપની ભાવના જ સમાધિનો ઉપાય છે.
આ સમાધિઅધિકાર છે એટલે કે આત્માને સમાધિ કેમ થાય, શાંતિ કેમ થાય તેની વાત ચાલે છે. તેમાં કેવા ગ્રહણત્યાગની સમાધિ થાય તે કહે છે.
* જેઓ ચૈતન્યસ્વભાવને જાણીને પરિપૂર્ણ જ્ઞાન ને આનંદસ્વરૂપ પરમાત્મા થઈ ગયા તેમણે તો ગ્રહવા યોગ્ય એવું પોતાનું શુદ્ધસ્વરૂપ ગ્રહી લીધું ને ત્યાગવા યોગ્ય એવા મોહરાગ-દ્વેષ છોડી દીધા, એટલે તેમને તો પૂર્ણ સમાધિ જ છે.
* જે અંતરાત્મા છે તેણે શરીરાદિ સમસ્ત પદાર્થોથી પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માને ભિન્ન જાણ્યો છે એટલે પરમાં તો કોઈનું ગ્રહણ કે ત્યાગ કરવાનું તે માનતા નથી; પોતાના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com