________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૯૧ રાગ-દ્વેષ થતા નથી, ને વીતરાગ સમાધિરૂપ આનંદ અનુભવાય છે; માટે ધર્માત્માએ તેનું જ અવલંબન લેવું જોઈએ. (૪૬)
હવે મૂઢ જીવોના ત્યાગ-ગ્રહણનો વિષય શું છે અને ધર્માત્માના ત્યાગ-ગ્રહણનો વિષય શું છે, તે દર્શાવે છે
त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित्। नान्तर्बहिरुपादानं न त्यागो निष्ठितात्मनः।। ४७।।
અજ્ઞાનનો વિષય જ બાહ્ય છે એટલે બાહ્ય પદાર્થોમાં જ તે ગ્રહણ-ત્યાગની બુદ્ધિ કરે છે; આ બાહ્ય પદાર્થો ઇષ્ટ છે માટે તેને ગ્રહણ કરું, ને આ બાહ્ય પદાર્થો અનિષ્ટ છે માટે તેને છોડું,-આ રીતે બાહ્ય પદાર્થોમાં બે ભાગ પાડીને તેને ગ્રહણ-ત્યાગ કરવા માંગે છે, તેમાં એકલો રાગ-દ્વેષનો જ અભિપ્રાય છે એટલે તેને અસમાધિ જ છે. જ્ઞાનીનો વિષય અંતરમાં પોતાનો આત્મા જ છે; સમસ્ત બાહ્યપદાર્થોને તે પોતાથી ભિન્ન જ જાણે છે એટલે કોઈ બાહ્યપદાર્થોને હું ગ્રહું કે છોડું-એવું તેને રહ્યું નથી. પરપદાર્થ મારાં છે જ નહિ તો હું તેને કેમ ગ્રહું? અને પરપદાર્થ મારામાં છે નહિ તો હું તેને કેમ છો? માટે બાહ્યમાં મારે કાંઈ ગ્રહણ-ત્યાગયોગ્ય નથી. અંતરાત્મા પોતાના શુદ્ધઆત્માને ગ્રહણ કરીને (એટલે કે તેનામાં શ્રદ્ધા-જ્ઞાનચારિત્રથી એકાગ્ર થઈને) રાગાદિ પરભાવોને છોડે છે. આ રીતે અંતરમાં જ તેને ગ્રહણ-ત્યાગ છે. આ રીતે જ્ઞાનીની દષ્ટિનો વિષય જ પલટી ગયો છે. અને જ્યાં સ્વરૂપમાં સ્થિરતારૂપ નિર્વિકલ્પ સમાધિ છે ત્યાં તો એવી કૃતકૃત્યતા છે કે કાંઈ ત્યાગ-ગ્રહણ કરવાનું રહ્યું નથી...પરમ તૃપ્તિ છે.
બાહ્ય વિષય બદલીને અંતરનો ચૈતન્ય વિષય જેની દષ્ટિમાં નથી આવ્યો તેને બાહ્ય પદાર્થો પ્રત્યે દ્વેષ અભિપ્રાયથી ત્યાગની ભાવના વર્તે છે, ને રાગઅભિપ્રાયથી તેને ગ્રહવાની ભાવના વર્તે છે. ચૈતન્યના ગ્રહણ વગર પર ઉપરના રાગ-દ્વેષની બુદ્ધિ અજ્ઞાનીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com