________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦: આત્મભાવના
સ્વતત્ત્વને જ વિષય કરું છું; આત્મા જ મારો ધ્યેય છે...તેને જ જ્ઞાનનો વિષય બનાવીને હું મધ્યસ્થ થાઉં છું. આ મધ્યસ્થતા તે જ સમાધિ છે. સમકિતીને જ આવી સમાધિ થાય છે. જેના જ્ઞાનનો વિષય સ્વતત્ત્વ નથી તેને ૫૨પ્રત્યેના રાગ-દ્વેષનો મિથ્યા અભિપ્રાય વર્તે છે, એટલે તેને અસમાધિ જ થાય છે.
ધર્મીને અલ્પ રાગ-દ્વેષ થાય છતાં જ્ઞાનનો વિષય (જ્ઞાનનું ધ્યેય) પલટી ગયેલ છે. જ્ઞાન-આનંદરૂપ આત્મા જ મારો સ્વવિષય છે. જ્યાં રાગ-દ્વેષ થાય ત્યાં અંતરના ચૈતન્ય-વિષયને વારંવા૨ સ્પર્શીને જ્ઞાની રાગ-દ્વેષને ટાળે છે. અજ્ઞાની બાહ્ય વિષયો પ્રત્યે જ રોષ–તોષ કરે છે, તેનું ધ્યેય જ બહારમાં ગયું છે, જ્ઞાનીએ અંતરના ચૈતન્યસ્વભાવને જ ધ્યેય બનાવ્યું છે. અને બારમાં પણ જડચેતનની ભિન્નતા દેખતો થકો તે મધ્યસ્થ રહે છે.
હું તો જ્ઞાનમૂર્તિ શાયક છું...જગતના પદાર્થો સૌ સૌના પરિણમન-પ્રવાહમાં ચાલ્યા જાય છે...જેમ નદીમાં પાણીનું પૂર આવે ત્યાં પાણીનો પ્રવાહ તો ચાલ્યો જ જાય છે...કોઈ અજ્ઞાની કાંઠે ઊભો–ઊભો એમ માને કે “આ મારું પાણી આવ્યું...ને ચાલ્યું જાય છે!! અરે ! મારું પાણી ચાલ્યું જાય છે!!” તો તે દુ:ખી થાય. અથવા એમ માને કે પાણીના પ્રવાહમાં હું તણાઈ જાઉં છું-તો તે દુ:ખી જ થાય. પણ કાંઠે ઊભો ઊભો મધ્યસ્થપણે જોયા કરે તો તેને કાંઈ દુ:ખ ન થાય. તેમ જગતના પદાર્થોનો પરિણમન-પ્રવાહ ચાલ્યો જાય છે; તેનો મધ્યસ્થપણે જ્ઞાતા રહેવાને બદલે જે અજ્ઞાની જીવ એમ માને છે કે હું આ પદાર્થોને પરિણમાવું છું, અથવા આ મારા પદાર્થો છે,−તે જીવ મોહથી દુ:ખી થાય છે. અથવા જે જીવ મધ્યસ્થવીતરાગી જ્ઞાતા ન રહેતાં તે પરિણમન-પ્રવાહમાં રાગ-દ્વેષ કરીને તણાય છે તેને પણ રાગ-દ્વેષથી અસમાધિ અને દુઃખ થાય છે. પોતાના ચિદાનંદસ્વભાવમાં એકાગ્રતા કરીને બાહ્યપદાર્થો પ્રત્યે ઉદાસીન થઈ જતાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com