________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬: આત્મભાવના હોવાથી તે બધા પદાર્થો ચૈતન્યને માટે એઠ જેવા છે, એઠને કોણ ફરીને મુખમાં નાંખે? તેમાં કોણ સુખ માને? એ રીતે જ્ઞાનીને ચૈતન્યથી બાહ્ય આખા જગતમાં ક્યાંય સુખની કલ્પના નથી માટે તેને તો તે એઠ સમાન જ છે. અને, જગતના પદાર્થો જગતમાં છે, પરંતુ પોતે અંતર્મુખ થઈને જ્યાં પોતાના આત્મામાં વળ્યો, ત્યાં તે સ્વતત્ત્વમાં જગત ભાસતું નથી માટે તેને સ્વપ્ન સમાન કહ્યું.
અહા! આવા ચૈતન્યતત્ત્વના અનુભવની ધૂનમાં જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા ક્યાં જોવી? ચૈતન્યની ધૂન આડ જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા જોવામાં જ્ઞાની રોકાતા નથી, એટલે ગમે તેવા પ્રસંગમાં પણ ચૈતન્યની સમાધિ તેને વર્યા જ કરે છે. સમ્યગ્દર્શનમાં જ મહાન સમાધિની તાકાત છે. સમ્યગ્દર્શન ગમે ત્યારે ગમે તેવા પ્રસંગમાં પણ સ્વવસ્તુને ભૂલતું નથી, સ્વવિષયમાં તેને ભ્રાંતિ થતી જ નથી, એટલે તેને શાંતિ અને સમાધિ થાય છે. આ સિવાય જેને દેહાદિની ક્રિયામાં કર્તાપણું વર્તે છે એવા અજ્ઞાનીજીવોને કદી પણ સમાધિ કે શાંતિ થતી નથી.
જ્યાં ભેદજ્ઞાન છે ત્યાં શાંતિ છે. ભ્રાંતિ હોય ત્યાં શાંતિ નહિ; શાંતિ હોય ત્યાં ભ્રાંતિ નહિ.
(૪૪) * * * * * * * * * * * * * * * * * * * * * * આત્મા જ્ઞાનસ્વભાવ છે; તે જ્ઞાનસ્વભાવની પ્રાપ્તિનું નામ મુક્તિ છે. માટે મોક્ષેચ્છુ જીવે જ્ઞાનસ્વભાવની ભાવના ભાવવી. જુઓ, આ મોક્ષ માટેની ભાવના! જ્ઞાનસ્વભાવની ભાવના કહો, આત્મભાવના કહો, કે સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રની આરાધના કહો, તે જ મોક્ષનો ઉપાય છે. * * * * * * * * * * * * * * * * * * * * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com