________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૮૫ - ૨૪૮૨: અષાઢ સુદ બીજ 3 આ શરીરની આકૃતિઓને કારણે જીવને વિકાર થાય છેએમ જે માને છે તે જીવ પોતાને સ્ત્રી-પુરુષ વગેરે શરીરરૂપે જ માને છે. ઈન્દ્રિય વગેરેના અવલંબનવડ જ્ઞાન થાય-એમ જે માને છે તે પણ ખરેખર ઈન્દ્રિયોથી ભિન્ન આત્માને નથી માનતો પણ ઇન્દ્રિયોને જ આત્મા માને છે. પાંચ ઇન્દ્રિયો કે તેના કોઈ પણ વિષયો તેમાં જે સુખ માને તે પણ ઇન્દ્રિયને અને શરીરને જ આત્મા માને છે. અતીન્દ્રિય આત્મા જ્યાં સુધી લક્ષમાં-પ્રતીતમાં ને અનુભવમાં ન આવે ત્યાં સુધી કોઈ ને કોઈ પ્રકારે શરીરમાં આત્મબુદ્ધિ વેદાતી જ હોય. અંતરાત્માપણું થાય તો બહિરાત્મપણું ટળે એટલે અંતર્મુખ થઈને દેહાદિથી પાર આત્માને ઓળખે તો તેમાં જ મમત્વબુદ્ધિ થાય, ને દેહાદિમાં મમત્વબુદ્ધિ ટળે, પછી ગમે તેવા સુંદર દેહમાં પણ તેને સ્વપ્નય સુખની કલ્પના ન થાય.
સમ્યગ્દષ્ટિ જીવ વસ્તુસ્વરૂપનો જ્ઞાતા છે, દેહથી ભિન્ન પોતાનું ચૈતન્યસ્વરૂપ તેની પ્રતીતમાં આવી ગયું છે, તેથી તે પોતાને ચૈતન્યસ્વરૂપે જ અનુભવે છે, સ્ત્રી વગેરેના કે પશુ વગેરેના દેહરૂપે તે પોતાને માનતો નથી.
જુઓ, આ ભેદજ્ઞાનીની બુદ્ધિ! આ ઉપલક ધારણાની વાત નથી પણ અંતરના વેદનની વાત છે. દેહ અને રાગ બનેથી પાર થઈને દૃષ્ટિએ અંતરમાં અતીન્દ્રિય આનંદવાળું ચૈતન્યતત્ત્વ દેખી લીધું છે, તે દષ્ટિ હવે આખા જગતને પોતાથી બાહ્યપણે જ દેખે છે,અને બાહ્યવસ્તુમાં સુખ કેમ હોય? તેથી કહ્યું છે કે
સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાનદશા બાકી વાચા-જ્ઞાન.
આ સંસારમાં જીવને દેહ-સ્ત્રી વગેરેના સંયોગો અનંતવાર આવ્યા ને ગયા, એ રીતે સંયોગપણે અનંતવાર ભોગવાઈ ગયા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com