________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૮૩ તેની ઉપેક્ષા કરે છે.-આવા જ્ઞાની તો સ્વતત્ત્વના આશ્રયે મુક્તિ પામે છે, ને મૂઢ બહિરાત્મા તો દેહાદિક પરદ્રવ્યોને જ ઉપાદેય માનીને પોતાના સ્વરૂપથી યૂત થઈને બંધાય છે.
નિજસ્વરૂપમાં એકત્વથી જીવ મુક્તિ પામે છે; ને પર પદાર્થોમાં એકત્વથી જીવ બંધાય છે. માટે મુમુક્ષુએ સ્વ-પરને અત્યંત ભિન્ન જાણીને ભેદજ્ઞાન કરવું જોઈએ. કેમકે
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
तस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।
સ્વતત્ત્વ શું, પરતત્ત્વ શું,-એવા સ્વ-પરના ભેદવિજ્ઞાન વગર જીવની મતિ પરમાં જ રહ્યા કરે પણ સ્વહિતને સાધે નહિ. મતિ એટલે બુદ્ધિ ક્યાં વર્તે છે તેના ઉપર બંધ-મોક્ષનો આધાર છે. જેની મતિ અંતર્મુખ થઈને શુદ્ધઆત્મામાં વર્તે છે તે મોક્ષ પામે છે, ને જેની મતિ બહિર્મુખ પરમાં જ વર્તે છે તે બંધાય છે.
જીવ, અજીવાદિ તત્ત્વોને જાણવાનું તાત્પર્ય પણ એ જ છે કે સ્વદ્રવ્યમાં સન્મુખ થવું ને પરદ્રવ્યોથી પરાંમુખ થવું; હિતકારી તત્ત્વોને ઉપાદેય માનવાં, ને અહિતકારી તત્ત્વોને હેય જાણીને છોડવાં, હિતકારી તત્ત્વ સંવર-નિર્જરા-મોક્ષ છે, તે શુદ્ધઆત્માના જ આશ્રયે થાય છે, તેથી સાતતત્ત્વોને જાણીને શુદ્ધાત્માનો તો આશ્રય કરવો; અને આસ્રવ-બંધ તે અહિતકારી તત્ત્વો છે, તે પરના આશ્રયે થાય છે માટે સાતતત્ત્વોને જાણીને તે અજીવનો આશ્રય છોડવો. આમ સાતતત્ત્વોને જાણીને તેમાં હેય-ઉપાદેયરૂપ પ્રવૃત્તિથી જીવના હિતપ્રયોજનની સિદ્ધિ થાય છે. (૪૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com