________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૮૧
સ્વમાં એકત્વ થતાં મુક્તિ; ૫૨માં એકત્વબુદ્ધિથી બંધન.
સ્વરૂપથી ચૂત થઈને પરમાં આત્મબુદ્ધિથી બહિરાત્મા ચોક્કસ બંધાય છે, અને સ્વરૂપમાં જ આત્મબુદ્ધિવાળા અંતરાત્મા મુક્ત થાય છે–એમ હવે કહે છે
परत्राहम्मतिः स्वस्माच्च्युती बध्नात्यसंशयम् ।
स्वस्मिन्नहम्मतिः च्युत्वा परस्मान्मुच्यते बुधः ।। ४३ ।।
સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન હું જ્ઞાયકસ્વરૂપ છું–એમ નિર્ણય કરીને જ્ઞાયકસ્વરૂપ તરફ જે વળતો નથી, ને દેહ-રાગાદિમાં જ આત્મબુદ્ધિ કરીને વર્તે છે તે જીવ પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થયો થકો બંધાય છે–એમાં સંશય નથી; અને જે બુધ-ધર્માત્મા પોતાના જ્ઞાનાનંદસ્વરૂપમાં જ આત્મબુદ્ધિથી વર્તે છે, તે પરથી ચૂત થઈને સ્વરૂપમાં ઠરે છે તેથી તે નિયમથી મુક્ત થાય છે.
જીઓ, સ્વતત્ત્વ ને પરતત્ત્વ બે ભાગ પાડીને ટૂંકામાં સમજાવ્યું. સ્વદ્રવ્ય તરફ જે વળ્યો તે મુક્ત થાય છે, ને જેણે પરદ્રવ્યમાં આત્મબુદ્ધિ કરી તે બંધાય છે. પરદ્રવ્યાશ્રિત બંધન અને સ્વદ્રવ્યાશ્રિત મુક્તિ, આ ટૂંકો સિદ્ધાંત છે.
સાતતત્ત્વોમાં જીવ તે સ્વતત્ત્વ, અજીવ તે પરતત્ત્વ, આસ્રવ ને બંધ તે અજીવના આશ્રયે થતા હોવાથી તે અજીવ સાથે અભેદ થયા; ને સંવ-નિર્જરા-મોક્ષરૂપ પર્યાયો તે શુદ્ધ જીવસ્વભાવના આશ્રયે થતી હોવાથી જીવ સાથે અભેદ થઈ. આ રીતે શુદ્ધ પર્યાયસહિત જીવતત્ત્વ તે સ્વદ્રવ્ય છે ને તે જ ઉપાદેય છે. અશુદ્ધતા ને અજીવ તે બધા પરદ્રવ્ય છે ને તે હેય છે. આમ બે ભાગ પાડીને સ્પષ્ટ સમજાવ્યું છે. તેમાં ઉપાદેયરૂપ સ્વતત્ત્વમાં
Please inform us of any errors on rajesh @AtmaDharma.com