________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૭૭ તેને જડની રુચિ છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. દિવ્ય ચૈતન્યશક્તિવાળો અતીન્દ્રિય આત્મા છે તેને ભૂલીને અજ્ઞાની જીવ દેવલોકના દિવ્ય શરીરને અને ઇન્દ્રિયવિષયોને જ વાંછે છે. જ્ઞાની તો રાગાદિની વૃત્તિને દુઃખદાયક જાણીને તેનાથી છૂટવા ચાહે છે.
તે ભોગનો હેતુ છે; જે જીવ શુભરાગને ધર્મ માનીને શ્રદ્ધે છે,-આદરે છે તે જીવ ભોગહેતુધર્મને જ શ્રદ્ધે છે, પણ મોક્ષના હેતુભૂત ધર્મને તે જાણતો નથી. સમયસારમાં આચાર્યભગવાન કહે છે
કે
તે ધર્મને શ્રદ્ધ, પ્રતીત, રુચિ અને સ્પર્શન કરે,
તે ભોગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને. રાગરહિત જ્ઞાનચેતનામાત્ર જે પરમાર્થધર્મ તેને તો અજ્ઞાનીજીવ શ્રદ્ધતો નથી, પરંતુ ભોગના નિમિત્તરૂપ એવા શુભકર્મને જ ધર્મ માનીને તે શ્રદ્ધ છે; તેથી ખરેખર મોક્ષના કારણરૂપ ધર્મને તે નથી આરાધતો, પરંતુ સ્વર્ગાદિના ભોગના કારણરૂપ એવા રાગને જ તે આરાધે છે એટલે કે સંસારને જ સેવે છે. અને જે ધર્માત્મા છે તે તો રાગમાં કે રાગના ફળરૂપ વિષયોમાં ક્યાંય સ્વપ્નય સુખ માનતા નથી, રાગથી પાર એવા ચિદાનંદ સ્વભાવને જ તેઓ આરાધે છે; તેથી રાગ અને રાગના ફળરૂપ વિષયોથી તો તે દૂર થવા ચાહે છે ને રાગરહિત થઈને અંતસ્વભાવમાં એકાગ્ર થવા માગે છે. ચૈતન્યના અતીન્દ્રિય આનંદ સિવાય જગતમાં કાંઈ પણ તેને પ્રિય નથી. સ્વર્ગના દિવ્યભોગોને પણ તે પુદ્ગલની રચના જાણે છે. ચૈતન્યના અચિંત્ય આનંદ પાસે તે બધાને તુચ્છ જાણે છે, તેથી અંતર્મુખ થઈને તે પોતાના ધ્યેયને સિદ્ધ કરે છે. ભેદજ્ઞાનવડે અંતરમાં જેણે ચૈતન્યરસનો સ્વાદ ચાખ્યો છે તેની દશા જ અલૌકિક હોય છે.
આ આત્મા દેહથી ભિન્ન અતીન્દ્રિય ચૈતન્યમૂર્તિ છે, તે અંતરનો વિષય છે, ને તેમાં જ સુખ છે. જેણે આવા અંતરના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com