________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના. ૧૭૫ આત્માના આનંદનું વેદન નથી તેમાં કષ્ટ જ છે.
આત્મજ્ઞાન વગર રાગાદિક ખરેખર ઘટે જ નહિ. પહેલાં આત્મજ્ઞાન કરે પછી તેમાં લીનતાવડ રાગાદિક ઘટતાં વ્રત-તપ ને મુનિદશા થાય છે. ૫. ટોડરમલ્લજી પણ કહે છે કેઃ જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યકત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યકત્વ તો સ્વ-પરનું શ્રદ્ધાન થતાં થાય છે. તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે, માટે પહેલાં દ્રવ્યાનુયોગ-અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થાય અને પછી ચરણાનુયોગ-અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય.
જીવને પોતાનું વાસ્તવિક સ્વરૂપ જ્યાં સુધી લક્ષમાં ન આવે ત્યાં સુધી પરભાવોમાંથી આત્મબુદ્ધિ છૂટે નહિ એટલે રાગાદિ પરભાવના વેદનમાં અટકીને “આટલો જ હું' , અથવા દેદિની ક્રિયા તે જ હું,-એવી આત્મભ્રમણાથી પરભાવોમાં જ લીન થઈને જીવ મદુ:ખ વદી રહ્યો છે. આ આત્મભ્રમણા જ મદુઃખનું મૂળિયું છે એ વાત જ્યાં સુધી ખ્યાલમાં ન આવે ત્યાં સુધી આત્મજ્ઞાનનો સાચો પુરુષાર્થ જાગે નહીં. અને આત્મજ્ઞાન વગર સાચી શાંતિ થાય નહિ.
ભાઈ ! તારે આત્માની શાંતિ જોઈતી હોય....અતીન્દ્રિય આનંદ જોઈતો હોય ને દુઃખને દૂર કરવું હોય તો તારા આત્મજ્ઞાનનો ઉદ્યમ કર..આત્મજ્ઞાન તે એક જ શાંતિનો ને આનંદનો ઉપાય છે, તે જ ઉપાયથી દુઃખ ટળે છે; બીજા કોઈ ઉપાયથી દુઃખ ટળતું નથી. છઠુંઢાળામાં કહ્યું છે કે
જ્ઞાન સમાન ન આન જગતમેં સુખકો કારણ, યહ પરમામૃત જન્મ-જરા-મૃત રોગ નિવારણ.”
આત્મજ્ઞાન વિના બીજા કોઈ ઉપાયે સુખ થતું નથી. એ જ વાત છઠુંઢાળામાં કહે છે કે
મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઊપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિન સુખ લેશ ન પાયો.” Please inform us of any errors on rajesh@ AtmaDharma.com