________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪: આત્મભાવના થતું જ નથી. માટે હે જીવ! તું તારા ચિત્તને ચૈતન્યભાવનામાં સ્થિર કર, જેથી રાગ-દ્વેષથી તે ક્ષુબ્ધ ન થાય અને જ્યાં ચિત્તનો ક્ષોભ નથી ત્યાં માન-અપમાનની કલ્પના થતી નથી એટલે રાગદ્વેષરૂપ પરિણમન થતું નથી પણ સમાધિ જ થાય છે. ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગમાં કે અનુકૂળ પ્રસંગમાં પણ તે ચૈતન્યભાવનાવાળો જીવ પોતાના સમ્યગ્દર્શનાદિથી ચૂત થતો નથી, જ્ઞાનભાવનાથી યૂત થતો નથી. આ રીતે જ્ઞાનસ્વભાવની ભાવના જ વીતરાગી સમાધિનો ઉપાય છે, માટે તે જ ભાવના કરવા જેવી છે, એમ પૂજ્યપાદ-પ્રભુનો ઉપદેશ છે.
અનુકૂળ સંયોગમાં મને રાગ થશે ને પ્રતિકૂળ સંયોગમાં મને દ્વેષ થશે-એમ અજ્ઞાનીનો અભિપ્રાય છે, એટલે તેને જ્ઞાનનો અભિપ્રાય નથી પણ રાગદ્વેષનો જ અભિપ્રાય છે. અનુકૂળ સંયોગથી મારું માન ને પ્રતિકૂળ સંયોગથી મારું અપમાન એમ જેણે માન્યું તે અજ્ઞાનીને એકલી બાહ્યદષ્ટિથી માન-અપમાન માનીને રાગ-દ્વેષ જ થયા કરે છે. પણ જ્ઞાની તો જાણે છે કે માનનો પ્રસંગ હો કે અપમાનનો પ્રસંગ હો, હું તો જ્ઞાન જ છું: અનુકૂળ પ્રસંગ વખતે પણ હું તો ' જ્ઞાન” જ છું, ને પ્રતિકૂળ પ્રસંગ વખતે પણ હું તો જ્ઞાન જ છું; એમ સર્વ પ્રસંગે હું તો જ્ઞાનસ્વભાવ જ છું-એવી જ્ઞાનભાવના જ્ઞાનીને વર્તે છે, ને તે જ્ઞાનભાવનાના જોરે તેને રાગદ્વેષનો નાશ જ થતો જાય છે, એટલે તેને સમાધિ-શાંતિ થાય છે.(૩૮)
હવે માન-અપમાન સંબંધી વિકલ્પો દૂર કરવાનો ઉપાય બતાવશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com