________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૬૩ ભરત અને બાહુબલી બને ચરમશરીરી સમકિતી હતા: ભરત ચક્રવર્તીએ બાહુબલીને નમવાનું કહ્યું, ત્યાં બાહુબલીને એમ થયું કે અમારા પિતાજીએ (ઋષભદેવ ભગવાને) અમને બન્નેને રાજ આપ્યું છે, ભરત રાજા છે ને હું પણ રાજા છું–તો હું ભરતને કેમ નમું? એમ જરાક માનની વૃત્તિ આવી. બન્ને વચ્ચે લડાઈ થતાં ભરત હારી ગયા, ત્યાં તેને જરાક અપમાનની વૃત્તિ થઈ; છતાં, તે બન્ને ધર્માત્માને તે વખતેય જ્ઞાનસ્વભાવની જ ભાવના છે, જ્ઞાનસ્વભાવની ભાવના છૂટીને રાગદ્વેષની વૃત્તિ થઈ નથી, જ્ઞાનભાવનાની જ અધિકતા છે: માન-અપમાનની વૃત્તિ થઈ માટે તે વખતે તે અજ્ઞાની હુતા-એમ નથી; અંદર જ્ઞાનભાવનાનું જોર પડ્યું છે, તેથી માન-અપમાનરૂપે તેમનું જ્ઞાન પરિણમતું જ નથી, એ વાતની અજ્ઞાનીને ઓળખાણ નથી. જ્ઞાનભાવના છોડીને અજ્ઞાનથી જે જીવ પરસંયોગમાં માનઅપમાનની બુદ્ધિ કરે છે તે અજ્ઞાની છે. જ્ઞાનસ્વભાવની જેને ભાવના નથી એવા અજ્ઞાનીને જ બાહ્યદષ્ટિથી એકાંત માન-અપમાનરૂપ પરિણમન થાય છે. જ્ઞાનસ્વભાવની ભાવનામાં જ્ઞાનીને જ્ઞાનનું જ પરિણમન થાય છે, માન-અપમાન થતું નથી. જરાક રાગ-દ્વેષની વૃત્તિ થાય ત્યાં તે વૃત્તિને પણ જ્ઞાનથી ભિન્નરૂપ જ જાણે છે ને જ્ઞાનસ્વભાવની જ ભાવનાવડે જ્ઞાનની અધિકતારૂપે જ પરિણમે છે. જ્ઞાનીની આવી આત્મભાવનાને અજ્ઞાની ઓળખતો નથી, એટલે જ્ઞાનીને જરાક રાગ-દ્વેષની વૃત્તિ દેખે ત્યાં તેને એવો ભ્રમ થાય છે કે જ્ઞાની આ રાગ-દ્વેષને જ કરે છે. પણ જ્ઞાની તો તે વખતે રાગ-દ્વેષથી અધિક જ્ઞાનભાવનારૂપે જ પરિણમે છે તેને અજ્ઞાની દેખી શકતો નથી, કેમકે તેને પોતાને જ્ઞાનભાવના જાગી નથી. અહીં એમ કહે છે કે જેને જ્ઞાનભાવના નથી તે જ સંયોગમાં માન-અપમાનની કલ્પના કરીને રાગ-દ્વેષરૂપે પરિણમે છે. જ્ઞાની તો જ્ઞાનભાવનારૂપે જ પરિણમે છે, તેને કોઈ સંયોગમાં માન-અપમાનની કલ્પનાથી રાગ-દ્વેષરૂપ પરિણમન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com