________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬): આત્મભાવના
જેનું ચિત્ત આત્મામાં લાગેલું છે તેને માન-અપમાન નથી
રાગદ્વેષથી વિક્ષિપ્ત થતું મન, જ્ઞાનના ઉગ્ર સંસ્કારથી સ્વતત્ત્વમાં સ્થિર થાય છે એમ કહ્યું: હવે કહે છે કે જ્ઞાનસ્વભાવની ભાવનાથી જેણે પોતાના ચિત્તને સ્વરૂપમાં એકાગ્ર કરીને અવિક્ષિત કર્યું છે તેને માન-અપમાનથી વિક્ષેપ થતો નથી. અને જેનું ચિત્ત ચૈતન્યભાવનામાં એકાગ્ર નથી થયું તેને જ માન-અપમાનથી ચિત્તમાં વિક્ષેપ-ક્ષુબ્ધતા થાય છે
अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः। नापमानादयस्तस्य न क्षेपो यस्य चेतसः।। ३८।।
ચૈતન્યની ભાવનામાં જેનું ચિત્ત ઠર્યું નથી, તેથી જેના ચિત્તમાં રાગ-દ્વેષરૂપ વિક્ષેપ વર્તે છે તેને જ માન-અપમાન લાગે છે; પરંતુ ચૈતન્યની ભાવનામાં જેનું ચિત્ત કર્યું છે એટલે જેના ચિત્તમાં રાગદ્વેષરૂપ વિક્ષેપ વર્તતો નથી તેને માન-અપમાન કાંઈ નથી, અર્થાત્ માન-અપમાનમાં તેને સમભાવ વર્તે છે.
“આપે મને બહુમાન આપ્યું, આપે મારું અપમાન કર્યું, આણે મારો તિરસ્કાર કર્યો, આણે મારી નિંદા કરી'-આવી માન-અપમાનની કલ્પના જીવને ત્યાં સુધી જ સતાવે છે કે
જ્યાં સુધી તેનું ચિત્ત પોતાના જ્ઞાનમાં ઠરતું નથી, ને રાગદ્વેષાદિ વિભાવોથી કુત્સિત વર્તે છે; રાગદ્વેષાદિ વિભાવોમાં વર્તતો જીવ જ માન-અપમાનની કલ્પનાથી દુઃખી થાય છે. પરંતુ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com