________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૫૭ ચિતની સ્થિરતા માટે આત્મભાવના
કયા કારણથી મન વિલિત થાય છે અને તેને કઈ રીતે અવિક્ષિત કરવું તે હવે બતાવે છે:
अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः। तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते।।३७।।
દેહ તે જ હું એવી ભ્રમણાં તે અવિદ્યા છે, તે અવિદ્યાના સંસ્કારને લીધે મન પરને આધીન વર્તતું થયું ક્ષુબ્ધ થાય છે; પણ હું જ્ઞાયક છું-એવા સમ્યજ્ઞાનરૂપ વિધાના સંસ્કારથી મન પોતાના સ્વતત્ત્વમાં એકાગ્ર થાય છે ને વિક્ષિપ્ત થતું નથી.
આત્માના જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્રતા તે સમાધિ છે, અને રાગ-દ્વેષમાં એકાગ્રતા તે અસમાધિ છે. આત્મજ્ઞાન તે સમાધિનું કારણ છે, ને અજ્ઞાન તે અસમાધિનું કારણ છે.
દેહ તે હું, દેહને હું પવિત્ર રાખું-એવી માન્યતા તે અવિદ્યા છે, તે અવિધાના સંસ્કારથી જીવનું મન શરીરાદિ બાહ્ય વિષયોમાં જ વર્ત છે; પણ જ્ઞાનસ્વરૂપમાં સ્થિર થતું નથી. હું તો જ્ઞાયક છું, દેહથી ભિન્ન રાગથી ભિન્ન પવિત્ર જ્ઞાનસ્વરૂપ જ હું છું-એવા જ્ઞાનસંસ્કારવડે મન આત્મામાં સ્થિર થાય છે. (અહીં મન એટલે જ્ઞાનનો ઉપયોગ)
શરીર જડ છે, અશુચીનું ધામ છે, અસ્થિર છે ને પર છે, છતાં જીવ તેને જ આત્મા માને છે, તેને શુચી, સ્થિર અને પોતાનું માને છે, તે અવિદ્યા છે. તે અવિધાના જ અભ્યાસને લીધે અજ્ઞાનીનું મન ક્ષુબ્ધ થઈને બાહ્યવિષયોમાં જ વર્તે છે. પણ હું દેહથી ભિન્ન, શુચિ, સ્થિર અને જ્ઞાયકસ્વરૂપ છું, આ શરીર મારું નથી–આવા ભેદજ્ઞાનની ભાવનાથી પોતાના ચૈતન્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com