________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧પ૬: આત્મભાવના વિષયો પ્રત્યેના રાગદ્વેષથી વિક્ષિસ જ રહે છે. અને જેનું ચિત્ત અંતર્મુખ થઈને ચૈતન્યના અતીન્દ્રિય આનંદના વેદનમાં જોડાયેલું છે તેનું ચિત્ત અવિક્ષિત રહે છે, કોઈ પણ વિષયોથી વિક્ષિપ્ત થતું નથી, કેમકે બાહ્ય વિષયો તરફ તેનું વલણ જ નથી. આત્માનો આનંદ “નિર્વિષય' છે એટલે કે બાહ્યવિષયો વિનાનો છે. અહા !
જ્યાં અંતરના આનંદના અનુભવમાં લીન થયો ત્યાં જગતના બાહ્ય વિષયો તેને શું કરે? જગતનો કોઈ અનુકૂળ વિષય તેને લલચાવવા સમર્થ નથી, તેમ જ ગમે તેવો પ્રતિકુળ વિષય પણ તેને ડગાવવા સમર્થ નથી; તેના ચિત્તમાં કોઈ પ્રત્યેના રાગદ્વેષનો વિક્ષેપ જ રહ્યો નથી, સમભાવમાં તેનું ચિત્ત સ્થિર થયું છે. આવું અવિક્ષિત ચિત્ત તે મોક્ષનું કારણ છે. માટે હે ભવ્ય જીવો ! આનંદસ્વરૂપ આત્માને ઓળખીને ચિત્તને તેમાં સ્થિર કરો એવો સંતોનો ઉપદેશ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com