________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧પ૨: આત્મભાવના વસ્તુ દેખાતી નથી તેમ જેનું જ્ઞાનજળ રાગ-દ્વેષરૂપી તરંગોથી ઊછળી રહ્યું છે તેને અંદર રહેલા આત્મતત્ત્વનું દર્શન થતું નથી. રાગ-દ્વેષ રહિત નિર્વિકલ્પ ચિત્તવડે આત્મદર્શન થાય છે. ચિદાનંદ તત્ત્વમાં ઊંડ ઊતરતા રાગ-દ્વેષાદિના સંકલ્પો છૂટી જાય છે,-અને મન સ્થિર-શાંત થઈને આત્મામાં આનંદના કલ્લોલ ઊછળે છે. આવા શાંત ઉપયોગવાળો જીવ જ પોતાના પરમતત્ત્વને દેખે છે, બીજા જનો દેખી શકતા નથી.
પ્રભો! આત્મદર્શન શું છે તેની પણ તને ખબર ન હોય તો શાંતિ કે સમાધિ થાય નહિ. અંતરના ચૈતન્યનું નિર્વિકલ્પ વેદન ન થાય ત્યાં સુધી તો સમ્યગ્દર્શન પણ હોતું નથી. સંકલ્પવિકલ્પોથી વિમુખ થઈને ચૈતન્યસ્વભાવ તરફ ઝૂકીને નિર્વિકલ્પ વેદન કરે ત્યારે જીવને સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન પછી મુનિદશા કે સમાધિ થાય છે. સમ્યગ્દર્શન થતાં અમુક શાંતિ ને સમાધિ તો થઈ છે, પણ હજી મુનિદશાની વિશેષ સમાધિ નથી. સંકલ્પ-વિકલ્પરહિત ચૈતન્યતત્ત્વનો આનંદ જેના વેદનમાં નથી આવ્યો તેને દુઃખ અને ખેદનાં પરિણામ થયા વિના રહેતાં નથી. નિર્વિકલ્પ મનવડે આત્મદર્શન થાય છે. અહીં “મન” એટલે જ્ઞાન સમજવું. જ્ઞાન જ્યાં અંતર્મુખ વળ્યું ત્યાં નિર્વિકલ્પ થયું, ને આત્માના આનંદનું વેદન થયું. હવે તે જ્ઞાનસરોવર રાગદ્વેષાદિ તરંગોથી ડોલાયમાન થતું નથી, તેમાં રાગદ્વેષના વિક્ષેપો નથી, તે ચૈતન્યસરોવરમાં આનંદના તરંગ છે.
- મિથ્યાત્વ તે સૌથી મોટો વિક્ષેપ છે: રાગાદિથી કિંચિત્ પણ લાભ થશે એવી મિથ્થાબુદ્ધિ તે આત્મદર્શનમાં મોટો વિક્ષેપ છે. તે વિક્ષેપથી ડામાડોળ જ્ઞાન અંતર્મુખ સ્થિર થઈને આત્માને દેખી શકતું નથી. અને, મિથ્યાત્વનો નાશ કરીને આત્માનું સમ્યજ્ઞાન પ્રગટ કર્યા પછી પણ જ્યાં સુધી રાગ-દ્વેષના કલ્લોલોથી જ્ઞાનજળ ચંચળ વર્તે છે ત્યાંસુધી નિર્વિકલ્પ આનંદનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com