________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૫૧
જ્યાં ખેદ છે ત્યાં આત્મા નથી. નિજાનંદના કલ્લોલને જ્ઞાની જ દેખે છે.
જ્યાં સુધી બાહ્ય પદાર્થોમાં આ મને ઇષ્ટ અને આ મને અનિષ્ટ એવી રાગ-દ્વેષની બુદ્ધિરૂપ કલ્લોલોથી જીવ ચંચળ છે ત્યાં સુધી તેને ચૈતન્યના આનંદનો અનુભવ થતો નથી. જેનું ચિત્ત સમસ્ત બાહ્ય પદાર્થોથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં વળ્યું છે તે જીવ રાગ-દ્વેષાદિ કલ્લોલોથી રહિત સ્થિર છે, ને એવા સ્થિર ચિત્તવાળો જીવ જ ૫૨મ આનંદમય આત્મતત્ત્વને દેખે છે, બીજા દેખી શકતા નથી-એમ હવે કહે છે
रागद्वेषादिकल्लोलैरलोलं
यन्मनोजलम्।
स पश्यत्यात्मनस्तत्त्वं तत् तत्त्वं नेतरो जनः ।। ३५ ।।
જેનું જ્ઞાનરૂપી જળ રાગદ્વેષાદિ કલ્લોલોથી અવિક્ષિપ્ત છે તે આત્મતત્ત્વને દેખે છે, બીજા જનો તેને દેખતા નથી. જેમ મેલા કે તરંગવાળા પાણીમાં રહેલી વસ્તુ દેખાતી નથી, તેમ જેનું જ્ઞાનજળ મિથ્યાત્વરૂપી મેલથી કે રાગ-દ્વેષરૂપી કલ્લોલોથી વિક્ષિપ્ત છે–ચંચળ છે તેના જ્ઞાનમાં આનંદમય આત્માનો અનુભવ થતો નથી.
આ આત્મતત્ત્વ રાગદ્વેષાદિ કલ્લોલોવડે વેદનમાં આવતું નથી. આત્માની આરાધનામાં જેને કષ્ટ લાગે તેણે આત્માને દેખ્યો જ નથી. પરમાનંદસ્વરૂપ આત્માની આરાધનામાં કષ્ટ કેમ હોય ? બાહ્ય પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટ સંકલ્પોના તરંગથી જે ડામાડોળ વર્તે છે તેને આત્માના આનંદમાં લીનતા થતી નથી. ચૈતન્યસરોવરનું જળ રાગદ્વેષના તરંગોથી ડોલી રહ્યું છે ત્યાં સમાધિ થતી નથી. જેમ તરંગથી ઉછળતા પાણીમાં અંદર ઉંડ રહેલી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com