________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૫૩ વેદન થતું નથી. જ્યારે જ્ઞાનઉપયોગ અંતરમાં વળીને, રાગદ્વેષ રહિત નિર્વિકલ્પપણે સ્થિર થાય છે ત્યારે આત્મતત્ત્વ સ્વસંવેદન-પ્રત્યક્ષથી અનુભવમાં આવે છે. રાગ-દ્વેષના વિકલ્પમાં જોડાયેલું જ્ઞાન સ્વસંવેદનપ્રત્યક્ષથી આત્માને અનુભવી શકતું નથી.
અતીન્દ્રિય આત્મસ્વરૂપની સન્મુખતાવડે રાગદ્વેષાદિ તરંગો શાંત થઈ જાય છે. ચૈતન્યસ્વભાવની સન્મુખતા વગર બીજા કોઈ ઉપાયથી રાગદ્વેષના તરંગો શાંત થતા નથી. બહારની અનુકૂળતાના લક્ષે જે શાંત પરિણામ લાગે તે ખરી શાંતિ નથી. અંતસ્વભાવના લક્ષે રાગ-દ્વેષનો અભાવ થતાં જ ખરી શાંતિ હોય છે. અંતમુર્ખ ઉપયોગ વખતે નિર્વિકલ્પદશામાં પરમાત્મતત્ત્વ આનંદસહિત સ્કુરાયમાન થાય છે,-પ્રગટ અનુભવમાં આવે છે. જેમ જેમ આવો અનુભવ વધતો જાય છે તેમ તેમ રાગ-દ્વેષ છૂટતા જાય છે ને વીતરાગી સમાધિ થતી જાય છે. પછી બહારની ગમે તેવી પ્રતિકૂળતા કે અનુકૂળતાથી પણ તેનું ચિત્ત ચલાયમાન થતું નથી. સ્વરૂપલીનતામાં જે અચિંત્ય આનંદ છે તેને ધર્મી પોતે જ જાણે છે, બીજા બાહ્યદષ્ટિજીવો તેને જાણતા નથી.
માટે હે જીવ! તું તારા મનને અંતર્મુખ સ્થિર કરીને તારા ચૈતન્યસ્વરૂપને આનંદથી દેખ-એમ હવેની ગાથામાં કહેશે.(૩૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com