________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮: આત્મભાવના
જ્ઞાનીનો તપ આનંદમય છે.
જેને આનંદસ્વરૂપ આત્માનું ભાન નથી એવા અજ્ઞાનીને પોતાને તપશ્ચરણ-વ્રતાદિમાં ખેદ લાગે છે, એટલે જ્ઞાની સંતોને પણ તપશ્ચરણમાં ખેદ થતો હશે, એમ તે માને છે. તેને એમ શંકા થાય છે કે મુક્તિને માટે ઘોર તપ કરનારા જ્ઞાની-સંતોને પણ મહાદુઃખ થતું હશે અને ચિત્તમાં ખેદ થતો હશે, તેથી તેને મુક્તિની પ્રાપ્તિ કેમ થાય? તે શંકાનું સમાધાન કરતાં આચાર્ય પૂજ્યપાદસ્વામી કહે છે કે
आत्मदेहान्तरज्ञानजनितालादनिर्वृत्तः । तपसा दुष्कृतं घोरं भुजानोऽपि न खिद्यते।।३४।।
અરે ભાઈ! આત્મા અને દેહના ભેદજ્ઞાનવડ, ચૈતન્યમાં એકાગ્ર થયેલા ધર્માત્મા તો આનંદથી આલાદિત છે, તે તો ચૈતન્યના આનંદમાં ઝૂલે છે, અનાકુળ શાંતિરસના વેદનમાં ડુબકી મારીને લીન થયા છે. ત્યાં અનેક ઉપવાસાદિ તપશ્ચરણ સહેજે થઈ જાય છે, તેમાં તેમને ખેદ થતો નથી પણ ચૈતન્યના આનંદનો વિષયાતીત આલાદ આવે છે. અરે! ચૈતન્યના અનુભવમાં દુઃખ કેવું? ઋષભદેવ પ્રભુ છ મહિના સુધી ધ્યાનમાં એવા લીન રહ્યા કે ચૈતન્યના આનંદમાં વચ્ચે આહારની વૃત્તિ જ ન ઉઠી. ત્યાં કોઈ તેમને દુઃખ ન હતું. ત્યારપછી બીજા છ મહિના પણ તપ કર્યો. લગભગ એક વર્ષના ઉપવાસ થયા, છતાં પરિણામમાં જરાય ખેદ ન હતોઃ આત્માના આનંદમાં ઘણી લીનતા હતી. આનંદમાં લીનતાવડ જ્ઞાની મુક્તિને સાધે છે. મુક્તિને સાધતાં દુઃખ લાગે તો તેણે મુક્તિના માર્ગને જાણ્યો નથી. મુક્તિ તો પરમાનંદની પ્રાપ્તિ છે, ને તેનો ઉપાય પણ આનંદમય છે, તેના ઉપાયમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com