________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૩૭ પરમાત્મ પ્રાપ્તિની રીત
શિષ્ય પૂછે છે કે હે પ્રભો! આવા શરણભૂત આત્માની પ્રાપ્તિનો ઉપાય શું છે? અભયપદરૂપ જે મારું પરમાત્મતત્ત્વ તેનું શું સ્વરૂપ છે ને કઈ રીતે મારે તેનો અનુભવ કરવો? એમ પૂછતાં શ્રી પૂજ્યપાદ- જિનેન્દ્રબુદ્ધિ” દેવનંદી સ્વામી કહે છે કે
सर्वेन्द्रियाणि संयम्य स्तिमितेनान्तरात्मना। यत्क्षणं पश्यतो भाति तत् तत्त्वं परमात्मनः।। ३०।।
સર્વે ઇન્દ્રિયોને રોકીને, એટલે કે ઉપયોગને અંતર્મુખ કરીને, સ્થિર થઈને અંતર-આત્માદ્વારા અવલોકન કરતાં તે ક્ષણે જે અનુભવમાં આવે છે તે જ પરમાત્મતત્ત્વ છે.
આ પરમાત્મતત્ત્વ અંતર્મુખ અનુભવનો જ વિષય છે, બાહ્ય ઇન્દ્રિયો વડે તે પ્રતિભાસતું નથી. ઉપયોગને અંતર્મુખ કરતાં જે અનુભવમાં આવ્યું તે જ આત્માનું પરમ તત્ત્વ છે. અતીન્દ્રિય પરમાનંદમય આત્મતત્ત્વ છે, તેને અંતર અવલોકનથી જ્ઞાની અનુભવે છે. સંકલ્પ-વિકલ્પવડે પણ ચૈતન્યતત્ત્વ અનુભવમાં આવતું નથી, આત્મામાં ઉપયોગને સ્થિર કરવાથી જ તે અનુભવમાં આવે છે. આ જ પરમાત્મતત્ત્વની પ્રાપ્તિનો ઉપાય છે. આવું પરમાત્મસ્વરૂપ જ આત્માને અભયનું સ્થાન છે; એનાથી બહાર તો બધાય ભયસ્થાનો જ છે, કયાંય શરણ નથી.
જેને આત્મહિત કરવું છે, આત્માના આનંદનો અનુભવ કરવો છે તેણે બાહ્ય વિષયોથી વિમુખ થઈને અંતરમાં સ્વભાવ-સન્મુખ થવા જેવું છે. હજી તો જે બહારના વિષયોમાં સુખ માને, બહારના પદાર્થોનું કર્તુત્વ માને તે બાહ્ય વિષયોથી પાછો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com