________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૩૮: આત્મભાવના
વળીને અંતરમાં કેમ વળે? અંતરના ચૈતન્યમાં જ સુખ છે, બહારના વિષયોમાં મારું કિંચિત્ સુખ નથી-એમ નિર્ણય કરીને ઉપયોગને અંતર્મુખ કરીને સ્થિર થતાં આનંદમય ૫૨માત્મતત્ત્વનો અનુભવ થાય છે. ચૈતન્યસત્તાના અવલોકનની વિદ્યા વગર જીવનું હિત થાય નહિ. ચૈતન્યસત્તાના શરણ વગર નિર્ભયતા થાય નહિ.
ઇન્દ્રિયોથી પા૨ થઈને અંતર્મુખ જ્ઞાનવડે જ્યાં પરમાત્મસ્વરૂપને જાણ્યું ત્યાં ભાન થયું કે મારો આત્મા જ પરમાત્મા છે. અંતરમાં સ્વસંવેદનથી જે તત્ત્વ જણાયું તે જ પરમાત્માનું સ્વરૂપ છે. આત્માના અનુભવદ્વારા આવા પરમાત્મતત્ત્વને જાણવાનો ઉદ્યમ કરવો જોઈએ.
–અતીન્દ્રિય આત્મા તરફ ઝુકાવ થતાં, બાહ્ય ઇન્દ્રિયોના વિષયો તરફનું વલણ છૂટી જાય છે. બાહ્ય વિષયો તો છૂટા જ છે, પણ ઉપયોગનું વલણ તેના તરફથી ખસેડી આત્મસ્વભાવમાં કરવાનું છે. પહેલાં પોતાના પરિણામમાં જ એમ ભાસવું જોઈએ કે મારા ઉપયોગનો ઝુકાવ ૫૨ તરફ જાય તેમાં મારું સુખ નથી....અંતરમાં ઉપયોગનો ઝુકાવ તે જ સુખ છે. આવા નિર્ણયપૂર્વક ઉપયોગને અંતરમાં એકાગ્ર કરવો તે જ પરમ આનંદના અનુભવની રીત છે. એ રીતે ઉપયોગને અંતરમાં એકાગ્ર કરતાંવેંત પોતાનું પરમાત્મતત્ત્વ પોતાને સાક્ષાત્ દેખાય છે, અનુભવાય છે. ( ૩૦ )
Please inform us of any errors on rajesh @AtmaDharma.com