________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૩૫ જેમ રાજદરબારમાં પહેલવહેલા રાજા પાસે જનારને અજાણપણાને કારણે કંઈક ક્ષોભ કે ભય જેવું લાગે છે, પણ વારંવાર જેને રાજાનો પરિચય થઈ ગયો તેને રાજા પાસે જતાં કાંઈ ક્ષોભ કે ભય થતો નથી, પણ ઊલટો હર્ષ થાય છે, તેમ ચૈતન્યરાજાના દરબારમાં, પહેલવહેલો આત્માનો અનુભવ કરવા માટે પ્રયત્ન કરનારને, અનાદિના અજાણપણાને કારણે કંઈક કષ્ટ જેવું લાગે, પણ રુચિપૂર્વક વારંવાર ચૈતન્યરાજાનો પરિચય કરતાં તે સુગમ-સહજ તથા આનંદરૂપ લાગે છે..અને વારંવાર ચૈન્યતત્ત્વની ભાવના કરીને તેમાં લયલીન રહેવા માગે છે, માટે ચૈતન્યતત્ત્વની ભાવના ખરેખર કષ્ટરૂપ નથી પણ આનંદરૂપ છે. આવો વિશ્વાસ લાવીને હે જીવ! તું વારંવાર તેની ભાવના કર.
અરે ! અત્યાર સુધી તારા સુખને ભૂલીને તે પરમાં સુખ માન્યું... તું ભ્રમણાથી ભૂલ્યો...ને દુ:ખી થયો. અરે! સ્વપદ દુર્ગમ અને પરપદ સુગમ-એમ માનીને તે સ્વપદની અરુચિ કરી...ને પરપદને તારું કરવાની વ્યર્થ મહેનત કરીને તું દુઃખી થયો. પર ચીજ કદી આત્માની થઈ જ નથી. ને થતી જ નથી. આ ચૈતન્ય જ સ્વપદ છે, તે જ તારું શરણ છે; પણ તે કદી તારા ચૈતન્યનું શરણ લીધું નથી, માટે અરે જીવ! તારા નિર્ભય ચૈતન્યપદને જાણીને તેમાં નિઃશંકપણે એકાગ્ર થા. પરચીજો ને રાગાદિ તો અપદ છે-અપદ છે, આ શુદ્ધ ચૈતન્ય જ તારું સ્વપદ છે-સ્વપદ છે. ધર્મી જાણે છે કે જગતની ગમે તેવી પ્રતિકૂળતા તે કાંઈ મને ભયસ્થાન નથી; મારું ચૈતન્યસ્વરૂપ અભય છે. નિશંકપણે ચૈતન્યમાં હું પ્રવર્તે છું–તેમાં મને કોઈ સંયોગો ભય ઉપજાવવા સમર્થ નથી, મારા ચૈતન્યદુર્ગમાં પરસંયોગોનો પ્રવેશ જ નથી, પછી ભય કોનો ? અજ્ઞાની બાહ્ય સંયોગમાં શરણ માનીને અને તેને નિર્ભયસ્થાન માનીને તેમાં પ્રવર્તે છે, પણ તે તો ખરેખર ભયનું સ્થાન છે. જેને શરણભૂત માન્યા તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com