________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪: આત્મભાવના છે.આ જ મારું નિર્ભયપદ છે.
ચૈતન્યસ્વભાવમાં અંદર તો પ્રવેશ કરે નહિ, અરે! તેની નજીક પણ આવે નહિ, ને એમ ને એમ દૂરથી જ કષ્ટરૂપ માનીને તેનાથી દૂર ભાગે, ને વિષયો તરફ વેગથી દોડે, એવા મૂઢ જીવોને ચૈતન્યધ્યાનમાં પ્રવૃત્તિ કયાંથી થાય? તેથી આચાર્યદવ કરુણાથી સમજાવે છે કે અરે જીવ! જેમાં તું સુખ માની રહ્યો છે એવા ઇન્દ્રિયવિષયો સમાન બીજાં કોઈ ભયસ્થાન નથી; અને જેમાં તું કષ્ટ માની રહ્યો છે એવી પરમાત્મભાવના સિવાય બીજું કોઈ અભયસ્થાન નથી. ભવ-દુઃખોથી તારી રક્ષા કરે એવું કોઈ અભયસ્થાન નથી. આ જગતમાં હોય તો તે તારું પરમાત્મતત્ત્વ જ છે, માટે તેની ભાવનામાં ઉધત થા.
જેમ, જેને મોટો સર્પ ડેસ્યો હોય ને ઝેર ચડયું હોય તે, કડવો લીમડો પણ પ્રેમથી ચાલે છે, તેમ જેને મિથ્યાચિરૂપી ઝેર ચડ્યું છે એવો જીવ, દુઃખદાયી એવા વિષયકષાયોને સુખદાયી સમજી તેમાં સંલગ્ન રહે છે; વળી જેમ પિત્તજ્વરવાળા રોગીને મીઠું દૂધ પણ કડવું લાગે છે તેમ જેને ઊંઘી રુચિનો રોગ લાગુ પડ્યો છે એવા બહિરાત્માને પરમ સુખદાયક એવી આત્મસ્વરૂપની ભાવના પણ કરૂપ લાગે છે.-આવી વિપરીત બુદ્ધિને લીધે જ અજ્ઞાની જીવ આત્મસ્વરૂપની ભાવના ભાવતો નથી ને વિષયકષાયની જ ભાવના ભાવે છે. સંતો આત્મસ્વરૂપની ભાવના કરવાની વાતો કરે ત્યાં, પણ, “અરે! તે આપણાથી કેમ બને? આત્માની સમજણ આપણને કયાંથી થાય ?'—એમ ભડકીને ભયભીત થાય છે. પોતાથી તે થઈ જ ન શકે એમ માનીને તેમાં નિરુત્સાહી રહે છે, ને બાહ્ય વિષયોમાં જ ઉત્સાહરૂપ વર્તે છે; તેથી જ અનાદિકાળથી જીવ દુઃખી થઈ રહ્યો છે. ખરેખર તો આ જીવને પોતાના પરમાત્મતત્ત્વની ભાવના સિવાય બીજો કોઈ પદાર્થ જગતમાં સુખદાયી નથી, માટે તે ભાવના જ કર્તવ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com