________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૩૩ છે, ને રાગાદિને સુખદાયક માનીને તેના તરફ હોંશથી દોડે છે. આ તે કેવી મૂઢતા છે! અજ્ઞાની જીવોની આવી પ્રવૃત્તિ માટે કરુણાપૂર્વક શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે અરે જીવ !
અનંત સુખ નામ દુ:ખ, ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા! ઊઘાડ ન્યાય નેત્રને, નીહાળ રે! નીહાળ તું, નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
અહા, જે અનંત સુખનું ધામ છે એવા ચૈતન્યસ્વભાવમાં તો તને મિત્રતા ન રહી–તેમાં ઉત્સાહ અને પ્રેમ ન આવ્યો ને અનંત દુઃખનું ધામ એવા જે બાહ્યવિષયો તેમાં તને સુખબુદ્ધિ થઈ, ત્યાં તને પ્રેમ આવ્યો-ઉત્સાહું આવ્યો,-એ કેવી વિચિત્રતા છે!! અરે જીવ ! હવે તારા જ્ઞાનચક્ષુને ઉઘાડ રે ઉઘાડ!! જ્ઞાનચક્ષુ ઉઘાડીને તું જ કે તારો સ્વભાવ દુઃખરૂપ નથી, તે સ્વભાવના સાધનમાં જરાય કષ્ટ નથી, ને બાહ્ય વિષયો તરફનું વલણ એકાંત દુઃખરૂપ છે, તેમાં સ્વપ્નય સુખ નથી.-આમ વિવેકથી વિચારીને તારા અંતસ્વભાવ તરફ વળ, ને બાહ્ય વિષયોમાં સુખબુદ્ધિ છોડીને તેમનાથી નિવૃત્ત થા...નિવૃત્ત થા. નિત્ય નિર્ભય સ્થાન અને સુખનું ધામ તો તારો આત્મા જ છે:
સુખધામ અનંત સુસંત ચહી,
| દિનરાત રહે તદ્ ધ્યાનમહી” અનંત સુખનું ધામ એવું જે ચૈતન્યપદ તેને ચાહતા થકા સંતો દિનરાત તેના ધ્યાનમાં રહે છે, માટે હે જીવ! દિનરાત તું તારા ચૈતન્યપદનો વિશ્વાસ કર. જગતમાં સુખનું ધામ કોઈ હોય તો મારું ચૈતન્યપદ જ છે.-એમ વિશ્વાસ કરીને, નિર્ભયપણે સ્વભાવમાં ઝૂક.. સ્વભાવની સમીપ જતાં તેને પોતાને ખબર પડશે કે અહા ! આ તો મહાઆનંદનું ધામ છે, આની સાધનામાં કષ્ટ નથી પણ ઉછું તે તો કષ્ટના નાશનો ઉપાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com