________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર: આત્મભાવના સુખદાયક માનીમાનીને તે તરફ દોડે છે. ઇન્દ્રિયવિષયો તો એકાંત ભયનું-દુઃખનું જ સ્થાન છે, ને અતીન્દ્રિય ચિદાનંદસ્વરૂપ આત્મા જ અભયસ્થાન અને સુખનું ધામ છે. ચૈતન્યની સન્મુખતામાં આનંદરસનો અનુભવ થાય છે, માટે તું તારા શુદ્ધ ચૈતન્યપદનો અનુભવ કર, એમ સંતોનો ઉપદેશ છે.
સમયસારમાં પણ શુદ્ધ આત્માના અનુભવનો જ ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. ત્યાં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે પ્રભો ! પહેલેથી જ આપ શુદ્ધ આત્માના અવલંબનનો ઉપદેશ આપો છો, પરંતુ તેમાં તો કષ્ટ લાગે છે, કાંઈક વ્યવહારનું અવલંબન બતાવો ! ત્યારે આચાર્યદવ કહે છે કે અરે ભાઈ! વ્યવહારના (શુભ રાગના) અવલંબનમાં તારું કાંઈ હિત નથી, તેમાં એકલું દુઃખ જ છે, ને ચૈતન્યતત્ત્વ આનંદનો સાગર છે તેમાં તારું સુખ છે; માટે શુદ્ધનયવડે તેના જ અનુભવનો ઉદ્યમ કર; ત્યાંથી જ હિતની શરૂઆત થાય છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્માના હિતકર છે છતાં અજ્ઞાની તેને અહિતરૂપ-કષ્ટરૂપ માને છે. ને વિષયકષાયો આત્માને અહિતરૂપ છે છતાં તેમાં અજ્ઞાની હિત માનીને પ્રવર્તે છે.-છઢાળામાં કહે છે કે“રાગાદિ પ્રગટ યે દુ:ખદેન, તિનહીકો સેવત માનત ચેન.”
અને આતમતિ-હેતુ વિરાગ જ્ઞાન, તે લખે આપકું કષ્ટ દાન.”
જુઓ આ અજ્ઞાનીનાં લક્ષણ ! રાગાદિ વિભાવો દુઃખરૂપ હોવા છતાં મૂઢતાથી તેને સુખરૂપ માનીને તેનું સેવન કરે છે; અને ચૈતન્યસ્વભાવમાં અંતર્મુખ થઈને જે જ્ઞાન-વૈરાગ્ય કરવા તે આત્માના હિતનો હેતુ હોવા છતાં મૂઢ જીવ તે પોતાને કષ્ટદાયક સમજે છે. આત્મજ્ઞાનને કષ્ટદાયક સમજીને તેનાથી દૂર ભાગે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com