________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૩૦: આત્મભાવના
આત્મા જ નિર્ભય ધામ છે. બીજું તો ભયસ્થાન છે.
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણીને તેની જ વારંવાર ભાવના કરવાથી આત્મા પરમ પદને પામે છે, માટે તે ભાવના કરવા જેવી છે –એમ કહ્યું. ત્યાં હવે કોઈ પ્રશ્ન કરે છે કે પ્રભો! આપે કહી તેવી ભાવના કરવી તો કઠણ-કષ્ટદાયક લાગે છે, ને બાહ્ય પદાર્થોની ભાવના સુગમ લાગે છે; આ રીતે આત્માની ભાવના તો ભયનું સ્થાન લાગે છે, ને બહારના વિષયોમાં નિર્ભયતા લાગે છે; તો આત્મામાં પ્રવૃત્તિ કઈ રીતે થાય!! તેને આચાર્યદેવ ઉત્તર આપે છે કે અરે જીવ! જ્યાં તું કષ્ટ અને ભય માને છે એવા તારા ચૈતન્યપદ સમાન બીજું કોઈ ઇષ્ટ અને નિર્ભય સ્થાન નથી, અને બાહ્ય પદાર્થોને તું નિર્ભયતાનું કારણ માને છે તેના જેવું ભયસ્થાન બીજું કોઈ નથી.
मूढात्मा यत्र विश्वस्तः ततो नान्यद्भयास्पदम् । यतो भीतस्ततो नान्यद्अभयस्थानमात्मनः।। २९।।
મૂઢ જીવ વિશ્વસ્ત છે જ્યાં, તે જ ભયનું સ્થાન છે; ભયભીત છે જે સ્થાનથી, તે તો અભયનું ધામ છે.
અરે મૂઢ જીવ ! ચૈતન્યને ચૂકીને બહા૨માં શ૨ી૨, લક્ષ્મી, કુટુંબ વગેરેને અભયસ્થાન માનીને તેનો તું વિશ્વાસ કરી રહ્યો છે, તે તો ભયસ્થાન છે, બહા૨માં તેનો કોઈ શરણ નથી. અંતરમાં ચૈતન્યસ્વભાવ જ પરમ શરણ છે; તેને ભયસ્થાન માનીને તું તેનાથી દૂર ભાગે છે પણ અરે મૂઢ! તારા આત્મા જેવું અભયસ્થાન જગતમાં કોઈ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com