________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૨૯ ભાવનાનું આ ફળ છે; કેમ કે-“જેવી ભાવના તેવું ભવન.'
જે પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપે ભાવે છે-અનુભવે છે તેને શુદ્ધતારૂપ ભવન-પરિણમન થાય છે. અને જે પોતાના આત્માને રાગાદિ અશુદ્ધસ્વરૂપે જ અનુભવે છે તેને અશુદ્ધતારૂપ પરિણમન થાય છે.
જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મ જ મેળવે; અણશુદ્ધ જાણે આત્માને, અણશુદ્ધ આત્મ જ તે લહે.
-માટે આચાર્ય પૂજ્યપાદસ્વામી કહે છે કે હે જીવ! તારા આત્માને શુદ્ધ પરમાત્મસ્વરૂપે જાણીને “આ જ હું છું” એવી દઢ ભાવના કર, અને વારંવાર તેની ભાવના કરીને તેમાં લીન થા. નિજ પરમાત્મસ્વરૂપની દઢ ભાવનાથી જીવ જ્યારે તેમાં લીન થાય છે. (અર્થાત્ અભેદભાવનારૂપે પરિણમે છે) ત્યારે અનંત આનંદનિધાનનો તેને અનુભવ થાય છે, અને તે પોતાને વીતરાગી પરમાનંદસ્વરૂપ પરમાત્મા માને છે; બાહ્ય પદાર્થોના ક્ષણિક કાલ્પનિક સાંસારિક સુખમાંથી તેને મમત્વ છૂટી જાય છે, બાહ્ય વિષયોમાં તેને સ્વપને ય સુખની કલ્પના થતી નથી. આ રીતે, અભેદબુદ્ધિથી પરમાત્મસ્વરૂપનું ચિંતન કરતાં કરતાં તેમાં સ્થિરતા થઈ જાય છે તેને શુદ્ધાત્મલાભ કહેવાય છે; શુદ્ધાત્માની ભાવનાના ફળમાં શુદ્ધાત્મદશા પામીને અનંતકાળ સુધી જીવ અનુપમ સ્વાધીન આત્મસુખનો ભોક્તા થાય છે. માટે “સોઈ' એવી અભેદભાવના, એટલે કે “જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મા હું છું”—એવું સ્વસંવેદન, તેનો વારંવાર દઢતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. (૨૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com