________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮: આત્મભાવના
વારંવા૨ ૫૨માત્મભાવનાનું ફળ
*
જ્ઞાનાનંદસ્વરૂપને જાણીને તેની જ ફરી ફરી ભાવના કરવાથી શું ફળ થાય છે તે હવે કહે છે:
सोऽहमित्यात्तस स्कारस्तस्मिन् भावनया पुनः।
तत्रैव दृढसंस्कारात्लभते ह्यात्मनि स्थितिम् ।। २८ ।।
આ જે શુદ્ધજ્ઞાનસ્વરૂપ પરમાત્મા છે તે જ હું છું–એવા સંસ્કાર પામીને, વારંવાર તેમાં ભાવના કરીને, તેમાં જ દઢ સંસ્કાર થતાં આત્મસ્વરૂપમાં સ્થિતિ થાય છે. આ રીતે સ્વરૂપમાં સ્થિરતા થતાં આત્મા પરમ આનંદના અનુભવમાં મગ્ન થાય છે.
જુઓ, આ પરમાત્મા થવા માટેની ભાવના; અનાદિથી આત્માના વાસ્તવિક સ્વરૂપને ભૂલીને દેહ તે હું, અથવા રાગ તે હું –એવી વિપરીત ભાવના દઢપણે ઘૂંટી છે, પણ દેહથી ને રાગથી પાર, જેવા પરમાત્મા છે તેવો જ હું છું-એવી ભાવના પૂર્વે કદી જીવે ભાવી નથી. ‘જ્ઞાનઆનંદનો પિંડ પ૨માત્મા હું છું” અપ્પા સો પરમપ્પાએવી દઢ ભાવનાવડે તેમાં એકત્વબુદ્ધિ થતાં અપૂર્વ આનંદનું સ્વસંવેદન થાય છે. ‘હું મનુષ્ય છું' ઇત્યાદિ ભાવના જેમ દઢપણે ઘૂંટાઈ ગઈ છે તેમ ‘હું મનુષ્ય નહિ પરંતુ હું તો દેહથી ભિન્ન જ્ઞાનશ૨ી૨ી પરમાત્મા છું'-એવી ભાવના દઢપણે ઘૂંટાવી જોઈએ, એવી દૃઢભાવના થવી જોઈએ કે તેમાં જ અભેદતા ભાસે, તેમાં જ પોતાપણું ભાસે; ને દેહાદિમાં કયાંય પોતાપણું ન ભાસે; સ્વપ્નમાં પણ એમ આવે કે હું ચિદાનંદ ૫રમાત્મા છું....અનંત સિદ્ધ ભગવંતોની સાથે હું વસું છું. ‘શરીર તે હું છું' એમ સ્વપ્ને પણ ન ભાસે. આ રીતે આત્મભાવનાના દઢ સંસ્કારવડે તેમાં જ લીનતા થતાં આત્મા પોતે ૫૨માત્મા થઈ જાય છે.-૫૨માત્મસ્વરૂપની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com