________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૨૭
૫૨માત્મ તત્ત્વને ભાવવું
એ રીતે, “હું શુદ્ધ બોધસ્વરૂપ આત્મા છું, મારે કોઈની સાથે શત્રુ-મિત્રપણું નથી. ”–એવા જ્ઞાનવડે બહિરાપણું છોડીને, અંતરાત્મા થઈને, સંકલ્પ રહિત પરમાત્માને ભાવવો એમ હવે કહે છે
त्यक्त्वैवं बहिरात्मानम् अन्तरात्मव्यवस्थितः । सर्वसंकल्पवर्जितम्।। २७ ।।
भावयेत्परमात्मानं
પૂર્વોક્ત રીતે, ‘હું બોધસ્વરૂપ છું'−એવા સ્વસંવેદનદ્વારા બહિરાત્મપણું છોડીને અંતરાત્મા થવું, અને અંતરાત્મા થઈને સમસ્ત સંકલ્પ-વિકલ્પોથી રહિત ૫૨માત્માને ભાવવો. આવી ૫૨માત્મભાવના તે પરમાત્મા થવાનો ઉપાય છે.
હજી તો જે ૫૨ને શત્રુ-મિત્ર માને છે તેને પરમાત્મતત્ત્વની ભાવના હોતી નથી, તેને તો રાગદ્વેષની જ ભાવના છે. હું બધાયથી જુદો બોધસ્વરૂપ જ છું-એમ જાણીને બહિરાત્મપણું છોડવું ને અંતરાત્મા થવું; એ રીતે આત્મસ્વરૂપના જ્ઞાતા અંતરાત્મા થઈને પોતાના પ૨માત્મતત્ત્વને સર્વ સંકલ્પરહિત થઈને ભાવવું. આવી ભાવનાથી આત્માનું સહજ સુખ અનુભવમાં આવે છે, ને વીતરાગી સમાધિ થાય છે. માટે જગતના દ્વંદ્વ-ફંદના વિકલ્પો છોડીને જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્માની જ ભાવના ક૨વી. (૨૭)
Please inform us of any errors on rajesh @AtmaDharma.com