________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ર૬: આત્મભાવના
સર્વ જીવ છે જ્ઞાનમય, એવો જે સમભાવ,
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાય. ધર્મી જીવ પોતાને તેમજ સર્વે જીવોને શુદ્ધ-બુદ્ધ જ્ઞાન-સ્વરૂપ દેખે છે. આ રીતે “સ્વ” ના જ્ઞાનપૂર્વક પરને પણ પોતાના જેવા જ સ્વભાવે જે જાણે છે તેને પરપ્રત્યે શત્રુ-મિત્રપણાની માન્યતા થતી નથી. અને “સ્વ” ના જ્ઞાનવગર પરને જાણતો જ નથી, તો જાણ્યા વગર તેને શત્રુ કે મિત્રની કલ્પના કયાંથી થાય? અજ્ઞાની તો જડશરીરને જ દેખે છે ને તેને જ શત્રુ-મિત્રપણે માને છે, પણ શરીર તો હું નથી માટે હું કોઈનો શત્રુ-મિત્ર નથી ને મારે કોઈ શત્રુ-મિત્ર નથી. આ રીતે રાગ-દ્વેષની વૃત્તિ છોડીને હું મારા જ્ઞાનસ્વરૂપ આત્માને જ ફરી ફરી ભાવું છું – અનુભવું છું.
જાઓ, આ જ્ઞાનીની વીતરાગી ભાવના! પોતે પોતાના આત્માને બોધસ્વરૂપ દેખે છે ને જગતના બધાય આત્માઓ પણ એવા બોધસ્વરૂપ જ છે એમ જાણે છે, તેથી પોતાને કોઈ પ્રત્યે શત્રુ-મિત્રપણાની બુદ્ધિ રહી નથી, તેમજ બીજા મને શત્રુ-મિત્ર માનતા હશે એવું શલ્ય રહ્યું નથી. અજ્ઞ” તો મને દેખતા નથી, ને “વિજ્ઞ' કોઈને શત્રુ-મિત્ર માનતા નથી કેમકે તેને આત્મસ્વરૂપની ભાવનાથી રાગદ્વેષ ક્ષય થઈ ગયા છે. આ રીતે અજ્ઞ કે વિજ્ઞ કોઈની સાથે મારે શત્રુ કે મિત્રપણું નથી; હું તો જ્ઞાનસ્વરૂપ છે. આ રીતે બોધસ્વરૂપ આત્માની ભાવનાથી વીતરાગી સમાધિ થાય છે. (ર૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com