________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪: આત્મભાવના છે ત્યારે પોતાને સદા જ્ઞાનસ્વરૂપે જ દેખે છે, ને જ્ઞાનસ્વરૂપમાં કોઈને મિત્ર કે શત્રુ તરીકે તે માનતો નથી; અહા! તો જ્ઞાનમૂર્તિ છું, જ્ઞાનસ્વભાવની ભાવનામાં રાગ-દ્વેષ છે જ નહિ; તો રાગ વગર હું કોને મિત્ર માનું? ને દ્વેષ વગર હું કોને શત્રુ માનું? મિત્ર કે શત્રુ તો રાગ-દ્વેષમાં છે. જ્ઞાનમાં મિત્રશત્રુ કેવા? જ્ઞાનમાં રાગ-દ્વેષ નથી, તો રાગ-દ્વેષ વિના મિત્ર કે શત્રુ કેવા? આ રીતે જ્ઞાનભાવનારૂપે પરિણમેલા જ્ઞાની કહે છે કે મારા ચિદાનંદ-સ્વરૂપને દેખતાવંત જ રાગ-દ્વેષ એવા ક્ષીણ થઈ ગયા છે કે જગતમાં કોઈ મને મિત્ર કે શત્રુ ભાસતા નથી, જગતથી ભિન્ન મારું જ્ઞાનાનંદસ્વરૂપ જ મને ભાસે છે. જાઓ, આવા આત્મસ્વરૂપની ભાવના તે જ વીતરાગી સમાધિનો ઉપાય છે, ને વીતરાગી સમાધિ તે જ ભવના અંતનો ઉપાય છે; માટે વારંવાર આવા આત્મસ્વરૂપની ભાવના કરવી. (૨૫)
* * * ૨૫ મી ગાથામાં એમ કહ્યું કે બોધસ્વરૂપ આત્માની ભાવનાથી રાગાદિનો ક્ષય થઈ જતાં મને કોઈ શત્રુ કે મિત્ર તરીકે ભાસતા નથી; હું તો મારા જ્ઞાનાનંદસ્વરૂપના શાંતરસમાં જ રહું છું.
ત્યારે હવે પૂછે છે કે તમે ભલે બીજાને શત્રુ કે મિત્ર ન માનો, પણ બીજા તો તમને શત્રુ કે મિત્ર માનતા હશેને ? તો તેના ઉત્તરરૂપ ગાથા કહે છે
मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः। मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः।। २६ ।।
હું તો બોધસ્વરૂપ અતીન્દ્રિય આત્મા છું; જેઓ અતીન્દ્રિય આત્માને નથી જાણતા એવા અજ્ઞ જીવો તો મને દેખતા જ નથી, તેઓ માત્ર આ શરીરને દેખે છે પણ મને નથી દેખતા, તેથી તેઓ મારા શત્રુ કે મિત્ર નથી. તેઓ આ શરીરને શત્રુ કે મિત્ર માને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com