________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮: આત્મભાવના
હું જાગૃત છું, અતીન્દ્રિય છું, અસંવેદ્ય છું
હવે જ્ઞાનીને કોઈ પૂછે કે તમે જે આત્માને અનુભવો છો તે કેવો છે? કેવા આત્મસ્વરૂપને તમે અનુભવો છો?–એમ પૂછતાં જ્ઞાની કહે છે કે
यदभावे सुषुप्तोऽहं यद्भावे व्युत्थितः पुनः।
अतीन्द्रियमनिर्देश्य तत्स्वसंवेद्यमस्म्यहम्।।२४।।
જેના અભાવમાં હું સુષુપ્ત હતો એટલે કે જે શુદ્ધાત્માના સંવેદનની ઉપલબ્ધિ વિના અજ્ઞાનરૂપી ઘોર નિદ્રાથી હું ઘેરાયેલો હતો, મારા જ્ઞાનચક્ષુ બીડાઈ ગયા હુતા, અને હવે જેના સભાવથી હું જાગૃત થયો, જે શુદ્ધાત્માના સંવેદનની ઉપલિબ્ધ થતાં મારા જ્ઞાનચક્ષુ ખૂલી ગયા, તથા જે ઇન્દ્રિયો અને વિકલ્પોથી અગોચર, અતીન્દ્રિય છે, એવો સ્વસંવેધ હું છું. આવા સ્વસંવેદ્ય આત્મારૂપે જ હું મને અનુભવું છું. એ સિવાય દેહાદિ કોઈ પરદ્રવ્યો મને મારાપણે જરા પણ ભાસતા નથી. આ રીતે સમ્યજ્ઞાન થતાં આત્માને પોતાના સ્વરૂપની નિઃશંક ખબર પડે છે.
જ્યારે હું મારા આત્માને જાણતો ન હતો ત્યારે યથાર્થ તત્ત્વોના જ્ઞાનનો મને અભાવ હતો, કોઈ તત્ત્વોના સ્વરૂપને હું યથાર્થ જાણતો ન હતો અને ગાઢ મોહની નિદ્રામાં સૂતો હતો. પણ હવે શુદ્ધ ચૈતન્યતત્ત્વનું મને ભાન થતાં હું જાગ્યો ને બધા તત્ત્વોના યથાવત્ સ્વરૂપને જાણવારૂપે હું પરિણમ્યો. આવું શુદ્ધ ચૈતન્યતત્વ હું છું, કે જેના અભાનથી હું સુત હતો ને હવે જેના ભાનથી હું જાગ્યો. કેવું છે મારું સ્વરૂપ? અતીન્દ્રિય છે અને વચનના વિકલ્પોથી અગોચર છે; માત્ર સ્વસંવેદનગમ્ય છે. વ્યવહારના વિકલ્પોથી કે રાગથી ગ્રહણ થાય એવું મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો અંતરના સ્વસંવેદનવડે જ અનુભવમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com