________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૧૧૩ આણે મને દાળ્યો, અને કહે કે ભાઈસાબ ! હવે ઊઠ...એમ અનેક પ્રકારે તેની સાથે ભ્રાંતિથી ચેષ્ટા કરે...પણ જ્યાં પ્રકાશ થાય ને દેખાય કે અરે, આ તો પુરુષ નથી પણ પત્થર છે-ટૂંઠ છે, મેં ભ્રાંતિથી વ્યર્થ ચેષ્ટા કરી...!-તેમ અજ્ઞાનરૂપી અંધારાને લીધે અજ્ઞાની અચેતન શરીરાદિને જ આત્મા માનીને તેની સાથે પ્રીતિ કરતો, બાહ્ય વિષયોને પોતાના ઈષ્ટ-અનિષ્ટકારી માનીને તેમના પ્રત્યે રાગ-દ્વેષ કરતો, હું જ ખાઉં છું-હું જ પીઉં છું, હું જ બોલું છું, આંખથી હું દેખું છું, આ ઇન્દ્રિયો હું જ છું-એમ માનીને અનેક પ્રકારે ભ્રાંતિથી ચેષ્ટા કરતો, પણ હવે જ્યાં જ્ઞાનપ્રકાશ થયો.....ને સંવેદનવડે આત્માને દેહથી ભિન્ન જાણ્યો ત્યાં ધર્મી જાણે છે કે અરે! આ દેહ તો અચેતન છે, તે હું નથી, છતાં તેને જ આત્મા માનીને અત્યારસુધી મેં વ્યર્થ ચેષ્ટાઓ કરી, પણ હવે એ ભ્રાંતિ ટળી ગઈ છે. જડ શરીરથી ભિન્ન આત્મા જાણ્યો છે એટલે જ્ઞાની ઇન્દ્રિયોનો દાસ નથી પણ તેનાથી ઉદાસ છે, અને અતીન્દ્રિય- આત્માનો દાસ (ઉપાસક) છે. અજ્ઞાની તો જડઈન્દ્રિયોને પોતાની માનીને તેનો જ દાસ થઈ રહ્યો છે. કાનઆંખ વગેરે ઇન્દ્રિયો સારી હોય તો હું શબ્દનું શ્રવણ, રૂપનું અવલોકન બરાબર કરી શકું એમ માનીને અજ્ઞાની ઇન્દ્રિયવિષયોમાં જ રાગ-દ્વેષ કરતો થકો તેનો દાસ થઈને, વિષયોનો ગુલામ થઈને વર્તે છે. મારો આત્મા પોતે જ્ઞાનાનંદસ્વરૂપ છે,-ઇન્દ્રિયોથી પાર છે-એવા સમ્યફભાનમાં ધર્મી જિતેન્દ્રિય વર્તે છે. તે જાણે છે કે મારું જ્ઞાન કે મારો આનંદ ઇન્દ્રિયવિષયોમાં નથી હું પોતે જ જ્ઞાન ને આનંદસ્વરૂપ છું,એટલે તેને બાહ્યવિષયોમાં આત્મબુદ્ધિ નથી.
આ આત્મા જ શરીર છે-એમ સીધી રીતે ભલે ન કહે, પણ બાહ્યવિષયોથી જ્ઞાન ને આનંદ થવાનું જે માને છે તે જીવ શરીરને જ આત્મા માને છે, ને પોતાને શરીરરૂપ જ માને છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com